Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

મોદીના નિર્ણયોના કારણે દેશ મંદીમાં ચાલી રહ્યો છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાલના નાણા વર્ષના બીજા કવાર્ટર દરમિયાન જીડીપીમાં ઘટાડાને લઈને લગાવવામાં આવેલા અંદાજને લઈને ગુરુવારે કેન્દ્ર સરકાર પર નિશાસ સાધ્યું છે અને આરોપ મુકયો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી ભરવામાં આવેલા પગલાઓના કારણે દેશ પહેલી વાર આટલી મંદીમાં ચાલી રહ્યો છે. તેમણે એક સમાચારનો રેફરન્સ આપતા ટ્વીટ કર્યું છે કે ભારત ઈતિહાસમાં પહેલી વાર મંદીમાં ચાલ્યો ગયો છે. મોદીજી તરફથી ઉઠાવવામાં આવેલા પગલાથી ભારતની તાકાત તેની નબળાઈ બની ગઈ છે.

કોંગ્રેસના નેતાઓ જે સમાચાર શેર કર્યા છે કે મુબજ રિઝર્વ બેંકનું અનુમાન છે કે નાણા વર્ષ ૨૦૨૦- ૨૧ના બીજા કવાર્ટર(જુલાઈ-સપ્ટેમ્બર) જીડીપીમાં ૮.૬ ટકામાં સમેટાઈ જશે.આ બાદ એક ટ્વીટમાં રાહુલે કહ્યું કે ભારતના ઈતિહાસમાં દેશમાં પહેલીવાર મંદી છવાયેલી છે. ભારતની તાકાતને મોદીજીને નબળાઈમાં ફેરવી છે. દેશ પહેલી વાર મંદીમાં બીજા કવાર્ટરમાં જીડીપી ૮.૬ ટકા ઘટવાનો અંદાજ છે.

(3:24 pm IST)