Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

તમિળનાડુ સરકારે શાળાઓ ખોલવાનો નિર્ણય પાછો લીધો

કોરોના કારણે તમિલનાડુ સરકારનો નિર્ણય : ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે ૧૬મી નવેમ્બરથી શાળા ખોલવાનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેને રદ્દ કરાયો

તમિલનાડુ,તા.૧૨ : તમિલનાડુ સરકારે બાળકોના માતા પિતાની સલાહ લઇને થોડા દિવસની અંદર ગુરુવારે રાજ્યમાં ૯માં ધોરણથી ૧૨ ધોરણની શાળાઓને નવેમ્બરમાં ખોલવાનો પોતાનો નિર્ણય પાછો લીધો છે. અને જણાવ્યું છે કે હમણાં સ્કૂલ બંધ રહેશે. રાજ્યમાં ૧૬ નવેમ્બરથી કોલેજ ખુલી ગયા છે. પણ સરકારે કહ્યું કે કોલેજ અને વિશ્વવિદ્યાલય ખાલી શોધકર્તા, વિજ્ઞાન અને ટેક્નિકલ પાઠ્યક્રમના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે બે ડિસ્મેબર સુધી ખુલશે. સરકારે કહ્યું કે અન્ય પાઠ્યક્રમો માટે કોલેજ ખોલવાની જાહેરાત આવનારા સમયમાં કરવામાં આવશે. સરકારની તરફથી જણાવવામાં આવ્યું કે છાત્રાવાસ ખાલી તે વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવશે જે જેમણે ગત મહિનાથી ભણતર ફરીથી શરૂ કરશે. સાથે સરકારે કહ્યું કે નવમાં ધોરણથી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓ માટે ૧૬ નવેમ્બરથી શાળા ખોલવાનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેને રદ્દ કરવામાં આવ્યો છે.

સ્થિતિનું ચિતાર્થ મેળવી મામલે આવનારા સમયમાં શાળા ફરી ખોલવાની જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં એક દિવસમાં કોવિડ ૧૯ના ૪૭,૯૦૫ નવા કેસ સામે આવ્યા પછી દેશમાં સંક્રમણના કેસ વધીને ૮૬,૮૩,૯૧૬ થઇ ગયા છે. ત્યાં દેશમાં હજી સુધી ૮૦,૬૬,૫૦૧ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયની તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ૫૫૦ લોકોની મોત થઇ ગયા પછી મૃત્યુ સંખ્યા ,૨૮,૧૨૧ થઇ ગઇ છે. દેશમાં સતત બીજા દિવસે પણ સારવાર હેઠળ રહેલા લોકોની સંખ્યા પાંચ લાખથી ઓછી છે.

મળતી માહિતી મુજબ હાલમાં ,૮૯,૨૯૪ લોકો કોરોના વાયરસ ચેપની સારવાર લઈ રહ્યા છે, જ્યારે કુલ કેરોના કેસ .૬૩ ટકા છે. બીજી તરફ ગુજરાતમાં રાજ્ય સરકારે શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની જાહેરાત કરી છે. જે પ્રમાણે આગામી ૨૩મી નવેમ્બરથી રાજ્યમાં સ્કૂલો અને કૉલેજોમાં ખુલશે. જોકે, સ્કૂલો તેમજ વિદ્યાર્થીઓએ માટે કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી એસઓપીનું પાલન કરવું પડશે.

(7:41 pm IST)