Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

તહેવારોની ખરીદીને ટેકે સોના ચાંદીના ભાવમાં ધીમો સુધારો

વાયદામાં સામસામી રાહ : સોનામાં સપોર્ટ અને ચાંદીમાં નીચી માંગને કારણે ભાવમાં દબાણ

અમદાવાદમાં સોના-ચાંદીના ભાવમાં સ્થાનિક સ્તરે નવી લેવાલી નીકળતા તેના ભાવમાં ધીમો સુધારો જોવાયો હતો  99.9ની કેટેગરીની શુદ્ધતાવાળા સોનાનો ભાવ 52,100-52,500 હતો. 99.5 કેટેગરીની શુદ્ધતાવાળા સોનાનો ભાવ 51,900-52,300 હતો. હોલમાર્કવાળા સોનાનો ભાવ 51,450 હતો.

ચાંદી ચોરસાનો ભાવ વધીને 62,500થી 63,500 હતો. ચાંદી રૂપુનો ભાવ 61,800- 63,800 થયો હતો. જૂના સિક્કાનો ભાવ 575-775 હતો.આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ વધીને 24.35 ડોલર થયો હતો.

સોનાનો ભાવ ગુરુવારે હાજર માંગના લીધે સટોડિયાઓની નવી પોઝિશનના લીધે પ્રતિ ઔંસે 104 વધી 50,273 થયો હતો. મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ પર સોનાનો ભાવ ડિસેમ્બર ડિલિવરી માટે 0.21 ટકા કે 104 રૂપિયા વધી 50,273 થયો હતો. તેનું બિઝનેસ ટર્નઓવર 9,890 લોટ હતુ.

સોનાના ભાવમાં સહભાગીઓએ નવી પોઝિશન બનાવી છે. સોનાનો ભાવ ન્યૂયોર્કમાં વધીને પ્રતિ ઔંસ 1,863.10 ડોલર થયો હતો.

ચાંદીના વાયદાનો ભાવ ગુરુવારે પ્રતિ કિલોએ 211 રૂપિયા ઘટીને 62,330 થયો હતો. તેનું કારણ નીચી માંગ હતી. મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ પર ચાંદીના ડિસેમ્બર ડિલિવરીના કોન્ટ્રાક્ટનો ભાવ 211 કે 0.34 ટકા વધીને પ્રતિ કિલો 62,330 થયો તો. જ્યારે તેનું બિઝનેસ ટર્નઓવર 13,353 લોટનું હતું

(8:04 pm IST)