Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

નીતીશકુમારે સસ્પેન્સ વધાર્યું : કહ્યું -મુખ્યમંત્રીપદ પર અમારો દાવો નથી.એનડીએ જે કહેશે તેમ થશે.

શપથ ગ્રહણની તારીખ હજુ નક્કી થઇ નથી.: કાલે એનડીએના ઘાતક દળની બેઠકમાં નિર્ણંય થશે

પટના : બિહારના મુખ્યમંત્રી પદના દાવેદાર મુખ્યમંત્રી નીતીશકુમારે  મોટી જાહેરાત કરી છે નીતીશકુમારે કહ્યું કે મુખ્યમંત્રીપદ પર અમારો દાવો નથી. NDA કહેશે તેવું થશે.

બિહારમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ અગાઉથી થયેલી સમજૂતિ મુજબ મુખ્યમંત્રીપદે નીતીશકુમારનું નામ નક્કી હતું. ગઇકાલે વડાપ્રધાન  મોદીએ પણ નીતીશકુમાર CM હોવીની ક્લિનચીટ આપી હતી.આજે ગુરુવારે તેમના મંત્રીઓ જાહેરાત કરવા લાગ્યા હતા કે નીતીશકુમાર 16નવેમ્બરે મુખ્યમંત્રીપદે (Bihar CM)7મી વર શપથ લેશે.

પરંતુ મોડી સાંજે ખુદ નીતીશકુમારે જ ચોંકાવનારી જાહેરાત કરી સસ્પેન્સ વધારી દીધું. ચૂંટણી પરિણામો બાદ નીતીશકુમાર પહેલી વખત મીડિયાને રુબરુ થયા હતા. જેમાં તેમણે કહ્યું કે શપથ ગ્રહણની તારીખ હજુ નક્કી થઇ નથી.એટલું જ નહીં એવું પણ કહ્યું કે CMપદ અમારી દાવેદારી નથી. આનો નિર્ણય એનડીએ કરશે. બિહારમાં એનડીએની સરકાર જ બનશે.

નીતીશકુમારે સ્પષ્ટ કર્યું કે આવતીકાલે શુક્રવારે એનડીએના ચારેય ઘટક પક્ષ (જદયુ, ભાજપ, હમ અને વીઆઇપી)ની ઔપચારિક બેઠક થશે. તેમાં તમામ મહત્વના નિર્ણય લેવાશે.

નીતીશકુમારને જ્યારે પુછવામાં આવ્યું કે સીએમપદે કયારે શપથ લેશો? તો તેમણે કહ્યું કે હજુ નક્કી થયું નથી, શપથ ક્યારે થશે. તારીખ નક્કી નથી થઇ.

વિધાનસભા ચૂંટણીમાં જદયુને બહુ ઓછી બેઠકો (43) મળી છે. એનડીએને 243માંથી બહુમતીથી વઘુ 125 બેઠકો મળી ગઇ છે. જેમાં ભાજપને 74 બેઠકો છે. ત્યાર બાદ મુખ્યમંત્રીપદ અંગે અટકળો થવા લાગી હતી. પરંતુ ભાજપે સ્પષ્ટ કરી દીધુ છે તે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર હશે. જ્યારે વિપક્ષ મહાગઠબંધનને 110 બેઠકો મળી છે. જેમાં રાજદ 75, કોંગ્રેસ 19, ડાબેરીઓને 16 બેઠકો મળી છે

(8:26 pm IST)