Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલોટનો કોરોના રિપોર્ટ પોઝીટીવ : ખુદ ટવીટ કરી આપી જાણકારી

ટ્વીટ કરી જણાવ્યુ હતું કે, જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય, તેમને પોતાનો ટેસ્ટ કરાવી લેવો

જયપુર : કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલોટ કોરોનાની ચપેટમાં આવ્યા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ વાતની જાણકારી ખુદ તેમણે ટ્વીટ કરીને આપી છે.

રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રીએ ટ્વીટ કરી જણાવ્યુ હતું કે, મારો કોરોના રિપોર્ટ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય, તેમને પોતાનો ટેસ્ટ કરાવી લેવો. હું ડોક્ટર્સની સલાહ લઈ રહ્યો છું, ટૂંક સમયમાં જ સ્વસ્થ થઈ જઈશ.

(9:06 pm IST)