Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

જહાજ મંત્રાલય હવે બંદરો, જહાજપરિવહન અને જળમાર્ગ તરીકે ઓળખાશે :નવા નામકરણની તક્તિનું અનાવરણ

બદલાયેલા નામ સાથે જળમાર્ગો, તટવર્તીય જહાજ પરિવહનના વિકાસ પર ધ્યાન અપાશે મનસુખભાઇ માંડવીયા

નવી દિલ્હી : જહાજ મંત્રાલયનું નામ બદલીને બંદરો, જહાજ પરિવહન અને જળમાર્ગ મંત્રાલય રખાયું છે નવા નામકરણની તક્તિનું અનાવરણ કેન્દ્રીય બંદરો, જહાજ પરિવહન અને જળમાર્ગ અને રસાયણ તથા ખાતર રાજયમંત્રી (સ્વતંત્ર હવાલો ) મનસુખભાઇ માંડવિયાએ આજે નવી દિલ્હી ખાતે કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ 8 નવેમ્બર 2020ના રોજ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં હજીરા અને ઘોઘા વચ્ચે રો/પેક્સ ફેરી સેવાના શુભારંભ પ્રસંગે આપેલા સંબોધન દરમિયાન જહાજ મંત્રાલયના નવા નામકરણની જાહેરાત કરી હતી of Shipping 

માંડવિયાએ દેશના વડાપ્રધાન ર મોદીએ ઐતિહાસિક જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે, હવે આ મંત્રાલય બંદરો, જહાજ પરિવહન અને જળ માર્ગ મંત્રાલયના નવા નામથી ઓળખાશે હવે તેનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. મોટાભાગના વિકસિત અર્થતંત્રોમાં જહાજ મંત્રાલય દ્વારા જ બંદરો અને જળમાર્ગોની જવાબદારી પણ સંભાળવામાં આવે છે. ભારતમાં જહાજ મંત્રાલય દ્વારા બંદરો અને જળમાર્ગો માટે સંખ્યાબધ્ધ કાર્યો કરવામાં આવ્યા છે. હવે તેના નામમાં જ વધુ સ્પષ્ટતા કરવામાં આવી હોવાથી તેના કામકાજોમાં પણ વધારે સ્પષ્ટતા આવશે.

વડાપ્રધાનની જાહેરાતના પગલે મંત્રાલય દ્રારા તાકીદના ધોરણે જ આ સંબંધિત તમામ આપચારિકતાઓ પૂર્ણ કરવા માટે સક્રિય થયું હતું. તમામ આપચારિકતાઓ કામકાજના માત્ર બે દિવસમાં જ પૂર્ણ કરવામાં આવી હતી. અને નામ બદલવા અંગે સત્તાવાર અધિસૂચના 10 નવેમ્બરના રોજ ભારતના રાજપત્રમાં પ્રકાશિત કરવામાં આવી હતી.

આજે તક્તિ અનાવરણના આપચારિક કાર્યક્રમ દરમિયાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આ ખરેખર ઘણી ગૈરવની વાત છે કે, વડાપ્રધાનની દૂરંદેશી સાથે દેશ સર્વાગી અને લાંબા ગાળાની મલ્ટી મોડલ કનેક્ટિવીટી સાથે આગેકૂચ કરી રહ્યો છે. બંદરો, જહાજ પરિવહન અને જળમાર્ગોની વાત છે ત્યાં સુદી તેમના કાર્યક્ષેત્રમાં વિસ્તરણ અંગેની પ્રધાનમંત્રીની દીર્ઘદ્દષ્ટિ માટે હું ખરેખર તેમના પ્રત્યે કુતગ્તાની ભાવના વ્યક્ત કરુ છ

તેમણે વધુમાં જણાવ્યું કે, બદલાયેલા નામ સાથે મંત્રાલય હવે જળમાર્ગો અને તટવર્તીય જહાજ પરિવહનના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિશેષ પ્રયાસો કરી રહ્યું છે. અંદાજે 1400 કિલોમીટર જળમાર્ગ પહેલાંથી જ સંપૂર્ણપણે વિકસાવવામાં આવ્યો છે. અને વધુમાં 1000 કિલોમીટરના જળમાર્ગને પ્રાથમિકતાના ધોરણે વિકસાવવામાં આવી રહ્યો છે. જેના માટે ડીડીઆર/ સંભાવના અભ્યાસ પૂર્ણ કરવામાં આવ્યો છે. અણે પોર્ટ ગ્રીડ તૈયાર કરવા પર પણ ધ્યાન આપી રહ્યાં છીએ. જેમાં વિવિધ નાના બંદરો જેમ કે મત્સ્યપાલન બંદર, કુષિ બંદર અને ખનીજ બંદર વગેરેને આવરી લેવામાં આવ્યા છે. જેથી દેશમાં બંદર વિકાસ અને બંદરની આગેવાની આધારિત વિકાસ થઇ શકે.

(10:25 pm IST)