Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

રેટિંગ એજન્સી ભારતીય અર્થતંત્રને લઈને સકારાત્મક : જીડીપી ગ્રોથનો અનુમાન વધારીને -8.9 ટકા કર્યો

નાણામંત્રીએ કહ્યું કે આરબીઆઈએ ત્રીજા ક્વાર્ટરમાં સકારાત્મક ગ્રોથની ભવિષ્યવાળી કરી છે

નવી દિલ્હી : અર્થવ્યવસ્થામાં સુધારના સંકેતને જોતા હવે રેટિંગ એજન્સી પણ ભારતીય ઇકોનોમીને લઇને સકારાત્મક બની છે રેટિંગ એજન્સી મૂડીઝે કેલેન્ડર વર્ષ 2020 માટે ભારતીય જીડીપી ગ્રોથના તેના અનુમાનને વધાર્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ આજે આર્થિક પેકેજની જાહેરાત દરમિયાનન તેનો ઉલ્લેખ કર્યો છે

હકીકતમાં કેન્દ્ર સરકાર માટે આ ખૂબ જ સારા સમાચાર છે. મૂડીઝ ઇન્વેસ્ટર્સે આ વર્ષ માટે જીડીપી ગ્રોથનો અનુમાન વધારી -8.9 ટકા કરી દીધો છે. અગાઉ રેટિંગ એજન્સીએ આ અનુમાન -9.6 ટકા પર રાખ્યો હતો. એટલે આ આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીને ભારતીય અર્થવ્યવસ્થામાં ઝડપથી સુધારના સંકેત મળી રહ્યા છે .

તે સિવાય મૂડીઝે આગામી કેલેન્ડર વર્ષ-2021 માટે ભારતની જીડીપી ગ્રોથ માટે પોતાનો અનુમાનને 8.1 ટકા વધારી 8.6 ટકા કર્યો છે. મૂડીઝની માનીએ તો આગામી નાણાકિય વર્ષમાં ઝડપથી રિકવરીની આશા છે. એજન્સીએ ગુરુવારે તેના ગ્લોબલ મૈક્રો આઉટકુક 2021-22 અહેવાલમાં આ જાણકારી આપી છે.

ભારતના અનુમાનને વધારતા મૂડીઝે જણાવ્યું કે કોરોનાના કેસોમાં ઘટાડો આવતા ભારતમાં દરેક પ્રકારની આર્થિક ગતિવિધિઓ પર લાગેલા પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો છે. ભારતમાં નવા કોરોના સંક્રમણનુ દર 5 ટકાથી પણ નીચે આવી ગયુ છે. લોકડાઉન પ્રતિબંધમાં છૂટછાટ પછી હવે છેલ્લા કેટલાક મહિનામાં ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી રિકવરી કરી રહી છે

મૂડીઝે તેના અહેવાલમાં જણાવ્યું કે, આ જ કારણે આગામી ક્વાર્ટરમાં આર્થિક ગતિવિધિઓમાં ઝડપથી સુધારની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે નબળા પડેલા નાણાકિય સેક્ટરના કારણે ઋણ આપવાની સુવિધામાં મોડેથી રિકવરી થશે

ઉલ્લેખનીય છે કે ગુરુવારે પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે અર્થવ્યવસ્થામાં ઝડપથી સુધારના સંકેત, દેશમાં રોકાણમાં સતત વધારો થઇ રહ્યો છે. નાણામંત્રીએ જણાવ્યું કે આરબીઆઈએ તેના અહેવાલમાં ત્રીજા ક્વાર્ટરમાં સકારાત્મક ગ્રોથની ભવિષ્યવાળી કરી છે

(10:38 pm IST)