Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

રાષ્ટ્રહિતથી મોટી કોઈ વિચારધારા નહીં: જેએનયુ કેમ્પસમાં વડાપ્રધાન મોદીએ વૈચારિક પ્રાણ ફૂંક્યો

રાષ્ટ્રની એક્તા, અખંડતા અને રાષ્ટ્રહિતનો પ્રશ્ન હોય ત્યારે પોતાની વિચારધારાના બોજ હેઠળ દબાઈને નિર્ણય લેવાથી દેશને નુકસાન

 

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ જેએનયુ કેમ્પસમાં સ્વામી વિવેકાનંદની મૂર્તિનું વર્ચ્યુઅલ અનાવરણ કર્યુ. ડાબેરીઓના ગઢ કહેવાતા જેએનયુ કેમ્પસમાં વડાપ્રધાન મોદીએ વિચારધારા પર પોતાના વિચાર રાખ્યા હતા અત્રે  ઉલ્લેખનીય છે કે જેએનયુમાં હંમેશા વિચારધારાનો સંઘર્ષ હોય છે અને તેને લઈને આ કેમ્પસ હંમેશા વિવાદોમાં રહેતું હોય છે

 

   વડાપ્રધાન મોદીએ જેએનયુ કેમ્પસના વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે અત્યાર સુધી તમારા આઇડિયાની, ડિબેટ અને ચર્ચાની જે ભૂખ સાબરમતીના ઢાબા પર પૂરી થતી હતી. તેને હવે સ્વામી વિવેકાનંદની આ પ્રતિમાની છત્રછાયામાં એક જગ્યા મળી છે. તેમણે કહ્યું હતું કે આપણા દેશને કોઈ નુકસાન પહોંચાડ્યું હોય તો તે એ બાબત છે જેમા રાષ્ટ્રહિતથી વધારે પ્રાથમિકતા પોતાની વિચારધારાને આપવામાં આવી છે. મારી વિચારધારા આમ કહે છે, તેથી દેશહિતના મામલામાં પણ હું માળખામાં જ વિચારીશ, આ જ સીમિત કાર્યક્ષેત્રમાં કામ કરીશ, આ ખોટીબાબત છે

ડાબેરીઓની નર્સરીમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આજે દરેક જણ પોતાની વિચારધારા પર ગર્વ કરેછે. આ સ્વાભાવિક પણ છે. પરંતુ આપણી વિચારધારા રાષ્ટ્રહિતના વિષયોમાં રાષ્ટ્રની જોડે નજર આવવી જોઈએ, દેશના વિરોધમાં નહી. દેશના ઇતિહાસમાં જુઓ, જ્યારે-જ્યારે દેશ સામે મુશ્કેલ સમય આવ્યો છે ત્યારે દરેક વિચારાધારાના લોકો રાષ્ટ્રહિતમાં એક સાથે આવ્યા છે. આઝાદીની લડાઈમાં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં દરેક વિચારધારાના લોકો એક સાથે આવ્યા હતા. તેમણે દેશ માટે એક સાથે સંઘર્ષ કર્યો હતો.

વડાપ્રધાને કટોકટીને યાદ કરતા જણાવ્યું હતું કે તે (PM Modi news)સમયે પણ દેશે આવી એકતા દેખાડી હતી. કટોકટીની સામેના આંદોલનમાં કોંગ્રેસના જ ભૂતપૂર્વ નેતાઓ અને કાર્યકરો પણ હતા. આરએસએસના સ્વયંસેવક અને જનસંઘના લોકો હતા. સમાજવાદી હતા, ડાબેરીઓ પણ હતા. તે સમયે બધાનો હેતુ એક જ હતો, રાષ્ટ્રહિત. તેથી જ્યારે રાષ્ટ્રની એક્તા, અખંડતા અને રાષ્ટ્રહિતનો પ્રશ્ન હોય ત્યારે પોતાની વિચારધારાના બોજ હેઠળ દબાઈને નિર્ણય લેવાથી દેશને નુકસાન જ થાય છે. તેથી જ્યારે દેશની વાત આવે ત્યારે દેશનો અને રાષ્ટ્રહિતનો જ વિચાર કરવો જોઈએ, કોઈપણ પ્રકારની વિચારધારાના બોજ હેઠળ દબાઈને નિર્ણય ન લેવો જોઈએ

(12:11 am IST)