Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

કોલ્હાપુર જિલ્લાની કોલંબા જેલમાં મારિજુઆના ભરેલો ટેનિસનો બોલ ફેકવાની કોશિશ: ત્રણ લોકોની ધરપકડ

હાથમાં બોલ સાથે નિષેધ વિસ્તારમાં તેની હાજરી શંકાસ્પદ જણાતા બોલ કર્યા : ટેપ હટાવતા બોલની મારિજુઆના મળ્યું

મુંબઈ :મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાની કોલંબા જેલમાં મારિજુઆના ભરેલો ટેનિસનો બોલ ફેકવાની કોશિશ કરવાના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

   એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, બુધવારે રાત્રએ પેટ્રોલીંગ દરમયાન કેટલાક પોલીસ કોન્સ્ટેબલોએ ત્રણ લોકોને પોતાના હાથોમાં ત્રણ ટેનિસના બોલની સાથે કોલંબા જેલની દિવાલની આસપાસ હરતા ફરતા જોવા મળ્યાં હતાં. કોલ્હાપુરમાં જૂના રાજવાડા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે પૂછપરછ બાદ તેણે પોલીસકર્મીને જણાવ્યું કે તે પૂણેના નિવાસી છે. ડ્યુટી પર હાજર પોલીસકર્મીઓએ સંવેદનશીલ અને નિષેધ વિસ્તારમાં તેની હાજરી પર સંદેહ થયો હતો. તેણે જણાવ્યું કે પોલીસને તેની પાસેથી ત્રણ બોલ કબ્જે કર્યાં છે. જેના પર ટેપ ચોટાડવામાં આવી છે.

   અધિકારીએ જણાવ્યું કે, ટેપ હટાવ્યા બાદ બોલની અંદરથી મારિજુઆના મળ્યું હતું. તેણે જણાવ્યું કે, ત્રણે લોકોએ જેલમાં બંધ પોતાના સહયોગીઓ પૈકીના એકને ડ્રગ્સથી ભરેલો બોલ મોકલવાની કોશિશ કરી રહ્યાં હતાં. વધુમાં જણાવ્યું કે, ત્રણે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને નારકોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટેંસના નિયમો હેઠળની કલમો પર કેસ દાખલ કરવામાં આવ્યો છે

(12:49 am IST)