Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ઇટાલીના ટોપ સ્‍પીડ ધરાવતા ટેનિસ સ્‍ટાર સિનેરને સ્‍કોટ હોમ ઓપનની પ્રિ-કવાર્ટર મેચમાં બ્રિટનના એન્‍ડી મરેએ હરાવી અપસેટ સજર્યો

સ્ટોકહોમ, તા.૧૧:  વર્લ્ડ રેન્કિંગમાં ૧૪૩મો ક્રમાંક ધરાવતા બ્રિટનના એન્ડી મરેએ ઈટાલીના ટોપ સીડ ધરાવતા ટેનિસ સ્ટાર સિનરને સ્કોટહોમ ઓપનની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. મરેએ સીધા સેટોમાં ૭-૬ (૭-૪), ૬-૩થી જીત હાંસલ કરી હતી. હવે તે અમેરિકાના ટોમી પોલ સામે ટકરાશે.

મરે આ સાથે છેલ્લા બે વર્ષમાં આ માત્ર બીજી વખત એટીપી ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યો છે.

જો મરે ક્વાર્ટર ફાઈનલમાં ટોમી પોલને હરાવશે તો તે ૨૦૧૯ પછી પહેલી વખત સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવશે. જ્યાં તેનો મુકાબલો અમેરિકાના ટિયાફો સામે થશે.

અમેરિકાના બિનક્રમાંકિત ખેલાડી ટિયાફોએ સેમિ ફાઈનલમાં પ્રવેશનારા સૌપ્રથમ ખેેલાડી તરીકેનું ગૌરવ મેળવ્યું છે. તેણે ક્વાર્ટર ફાઈનલમાં બ્રિટનના ડાન ઈવાન્સને ત્રણ સેટના મુકાબલામાં ૧-૬, ૬-૧, ૬-૧થી પરાજીત કર્યો હતો.

સ્ટોકહોમ ઓપનની પ્રિ-ક્વાર્ટરમાં સર્જાયેલા વધુ બે અપસેટમાં પાંચમો સીડ ધરાવતો ટેલર ફિટ્ઝ અને સાતમો સીડ ધરાવતો માર્ટન ફુસ્કોવિચ હારીને બહાર ફેંકાયા હતા. અમેરિકાના જ ટોમી પોલે ફિટ્ઝને ૬-૪, ૬-૪થી હરાવીને આગેકૂચ કરી હતી. જ્યારે નેધરલેન્ડના વાન ડે ઝાન્ડુસ્કુલ્પે ફુસ્કોવિચને ૭-૬ (૭-૩), ૩-૬, ૭-૫ થી પરાસ્ત કર્યો હતો.

(11:34 pm IST)