Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

નેટવર્ક ઇન્‍સાકોગે નવી ચેતવણી આપી : ડેલ્‍ટા ખુબ ચિંતા કરનાર સ્‍વરૂપ બન્‍યો : લોકોએ સાવધાની રાખવાની જરૂર

નવી દિલ્‍હી : કોરોના ગયો છે તેવું માનતા લોકો માટે ચિંતાજનક સમાચાર આવ્યાં છે. દેશમાં કોરોનાના જિનોમ સિકવન્સિંગ પર નજર રાખનાર નેટવર્ક ઈન્સાકોગે નવી ચેતવણી આપતા જણાવ્યું કે બી.1.6.17.2 સહિતના ડેલ્ટાના સ્વરુપ વૈશ્વિક ચિંતાનો વિષય રહ્યાં છે. તેણે કહ્યું કે ડેલ્ટા ખૂબ ચિંતા પેદા કરનાર સ્વરુપ બન્યો છે.

ફ્રાંસમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે અહીયાના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવર વેરે કહ્યું કે દેશમાં નવી ચિંતા ઉભી થઈ છે. જેથી આપણે આશા રાખીએ કે સંક્રમણ જલ્દીથી ખતમ થાય. સ્થાનિક મીડિયાને ઈન્ટરવ્યું આપતા તેમણે કહ્યું કે દેશમાં અન્ય પાડોસી દેશોની જેમજ પાંચમી લહેર શરૂ થઈ ગઈ છે.

વધુમાં તેમણે કહ્યું કે આ લહેરમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 11,883 કેસ નોંધાયા છે. જેથી અહીયાના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ઓક્ટોબર પછી નવેમ્બર શરૂ થતાજ અહીયા સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આ મામલે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુએવલ મેક્રોએ પણ એવું નિવેદન આપ્યું કે દેશમાં કોરોના કેસની સંખ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે.

કોરોનાની સામે લડાઈ ચાલુ છે. ગત કેટલાક મહિનામાં કોરોનાના કેસ ઓછા થયા છે પરંતુ હવે ઉત્તર ભારતના એક રાજ્યમાં કોરોનાને લઈને ચિંતા વધી છે. હિમાચલ પ્રદેશમાં કોરોનાના કેસ વધ્યા છે. આપણે વાત કરીએ તો હિમાચલમાં 24 કલાકમાં કોરોનાના 154 નવા મામલા આવ્યા અને આ દરમિયાન 71 દર્દી સાજા થયા પરંતુ 5ના જીવ ગયા છે. એક સત્તાવાર પ્રવક્તાએ આજે જાણકારી આપતા કહ્યું કે કે કાંગડા અને હમીરપુર જિલ્લામાં 2-2 તથા મંડીમાં એકનું મોત થયું છે. આ સાથ જ રાજ્યમાં કોરોનાથી મોતની સંખ્યા 3773 થઈ ગઈ છે. આ રિકવરીથી બે ગણા કોરોના કેસ મળ્યા છે. રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 2,25,319 થઈ ગઈ છે. જેમાંથી 1161 એક્ટિવ કેસ છે અને 220368 લોકો આ મહામારીમાંથી સાજા થઈ ગયા છે.

(11:36 pm IST)