Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

નીતિન ગડકરીએ અન્ય ઈંધણ કરતાં વધુ સારા વિકલ્પ તરીકે વાહનોમાં ઈથેનોલના ઉપયોગ પર ભાર મુકતા કહ્યું કે પેટ્રોલનો ઉપયોગ ન કરો : ઈથેનોલના ઉપયોગ પ્રદુષણ મુકત પણ છે

નવી દિલ્‍હી :  કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ અન્ય ઈંધણ કરતાં વધુ સારા વિકલ્પ તરીકે વાહનોમાં ઈથેનોલના ઉપયોગ પર ભાર મૂક્યો છે.

ગડકરીએ કહ્યું કે આગામી દિવસોમાં 'ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન' ફરજિયાત બનાવવામાં આવશે. મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના એક કાર્યક્રમમાં બોલતા ગડકરીએ રશિયન ટેક્નોલોજીનો ઉલ્લેખ કર્યો જેના માધ્યથી પેટ્રોલ અને ઇથેનોલની 'કેલરીફિક વેલ્યુ'ને બરાબર કરી શકાય છે. ફ્લેક્સ ફ્યુઅલ - ગેસોલિન, મિથેનોલ અથવા ઇથેનોલના મિશ્રણમાંથી બનેલું વૈકલ્પિક બળતણ છે.

જો આવું થાય, તો તમામ પેટ્રોલ પંપને ઇથેનોલ પંપમાં બદલી શકાય છે. કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ મહારાષ્ટ્ર સરકારને પશ્ચિમ મહારાષ્ટ્રમાં 100 ટકા ઇથેનોલ પર ચાલતી ઓટો-રિક્ષાઓને મંજૂરી આપવા અપીલ કરી હતી. તો બીજી તરફ, કેન્દ્ર સરકારે બુધવારે 2025 સુધીમાં 20 ટકા ડોપિંગ (પેટ્રોલ સાથે ઇથેનોલનું ભેળસેળયુક્ત સ્તર) હાંસલ કરવાના તેના લક્ષ્‍યના ભાગરૂપે, ડિસેમ્બરથી શરૂ થતા માર્કેટિંગ વર્ષ 2021-22 માટે શેરડીમાંથી કાઢવામાં આવેલા ઇથેનોલને પેટ્રોલમાં મિશ્રણ કરવા માટે મંજૂરી આપી હતી. તેની કિંમતમાં 1.47 રૂપિયા પ્રતિ લીટર સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

પેટ્રોલમાં ઇથેનોલના વધુ મિશ્રણ ભારતને તેના તેલના આયાત ખર્ચમાં ઘટાડો કરવામાં મદદ કરશે અને શેરડીના ખેડૂતો તેમજ ખાંડ મિલોને ફાયદો થશે. વાહન ઉત્પાદક કિર્લોસ્કર અને ટોયોટાના પ્રતિનિધિઓ સાથેની તેમની તાજેતરની મીટિંગનો ઉલ્લેખ કરતા ગડકરીએ જણાવ્યું હતું કે, તેઓએ ફ્લેક્સ એન્જિનવાળી કાર ડિઝાઇન કરી છે. ફ્લેક્સ એન્જિન એટલે કે જેમાં 100% પેટ્રોલ અથવા ઇથેનોલનો ઉપયોગ કરી શકાય. તેને યુરો 6 ના ધોરણો અનુસાર બનાવવામાં આવી છે. હું ફ્લેક્સ એન્જિન ફરજિયાત બનાવવા જઈ રહ્યો છું.

(12:59 am IST)