Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ આ સીટ પરથી હારી ચૂકયા છે ચૂંટણી

ભોગનીપુર વિધાનસભા ક્ષેત્રની સ્થિતિઃ આ વખતે ત્રિકોણીય મુકાબલો

નવીદિલ્હીઃ કાનપુર ગ્રામ્યની ભોગનીપુર વિધાનસભા સીટમાં આઝાદી બાદથી અત્યાર સુધીમાં એક પણ દળનું વર્ચસ્વ રહ્યું નથી. વર્તમાનમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ વર્ષ ૨૦૦૭માં ભોગનીપુર વિધાનસભા સીટથી ચૂંટણી હારી ગયા હતા. ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલ મહામહિમ ત્રીજા સ્થાન પર રહ્યા હતા.

માનવામાં આવી રહ્યું છે કે, યુપીમાં આગામી વર્ષે થનાર વિધાનસભા ચૂંટણીમાં ફરી એક વખત આ સીટ પર ઈતિહાસનું પુનરાવર્તન થઈ શકે છે. અને આ ક્ષેત્રની જનતાને નવા માનનીય મળી શકે છે,

૧૯૫૭માં પ્રથમ વખત વિર્વલિય પ્રત્યાશીને મળી હતી જીત

કાનપુર ગ્રામ્ય વિસ્તારની લગભગ ૩.૨૯ લાખથી વધુ મતદાતાઓની સંખ્યાવાળા ભોગનીપુર વિધાનસભા ક્ષેત્રના વધુ પડતા ગામ યમુના અને સેંગુર નદીના બીહડ ક્ષેત્રમાં આવે છે.

આ સીટથી વર્ષ ૧૯૫૭માં શોષિત સમાજ દળના નેતા સામસ્વરૂપ વર્મા પ્રથમ વખત નિર્દલીય વિધાયક બન્યા હતા. રામસ્વરૂપ વર્મા બાદ વર્ષ ૧૯૬૨માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી રાજ નારાયણ મિશ્રા ચૂંટણી જીત્યા હતા. ૧૯૬૨ની ચૂંટણી બાદદ થયેલ પરિસીમનમાં ભોગનીપુર વિધાનસભાએ સીટ આરક્ષિત કરી દીધી હતી.

આ સીટ પરથી ૪ વખત કોંગ્રેસ, ત્રણ વખત બહુજન સમાજ પાર્ટી, બે વખત જનતા દળ, બે વખત સમાજવાદી પાર્ટી ચૂંટણી જીત્યા છે. ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પહેલી વખત અહીંથી ચૂંટણી જીતી હતી.

૧૯૮૫ બાદથી કોંગ્રેસને નથી મળી જીત

કાનપૂર ગ્રામ્યના જીલ્લાની સૌથી જૂની ભોગનીપુર વિધાનસભા ક્ષેત્રના અંતર્ગત અહીં પર સૌથી વધુ અનુસૂચિત વર્ગ અને પછાત વર્ગના મતદાતાઓની સંખ્યા સૌથી વધુ છે. ૨૦૧૭ પહેલા ભાજપના પ્રત્યાશી આ સીટથી હંમેશા ત્રીજા અથવા ચોથા સ્થાન પર રહ્યા હતા. વર્ષ ૨૦૧૨ સુધીમાં અહીં થનાર ચૂંટણીમાં એક વાર બસપા અને એક વાર જનતાને ચાન્સ આપવામાં આવ્યો. ૧૯૫૭માં થયેલ પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં નિર્દલીય રામસ્વરૂપ વર્મા, ૧૯૬૨માં કોંગ્રેસના રાજનારાયણ મિશ્રા, ૧૯૬૭માં સંયુકત સોશ્યાલિસ્ટ પાર્ટીના કેસરી લાલ, ૧૯૬૯માં કોંગ્રેસના જ્વાલા પ્રસાદ કુરીલે જીત મેળવી હતી. ત્યારબાદ ૧૯૮૫ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના રાધેશ્યામ કોરીએ ચૂંટણીમાં જીત મેળવી હતી.

૨૦૧૭માં પ્રથમ વખત ભાજપને મળી જીત

પૂર્વ પ્રધાનમંત્રી વી.પી. સિંહ દ્વારા જનતા દળનું ગઠન કર્યા બાદ આ સીટ પરથી ૧૯૮૯ થી ૧૯૯૧ સુધી સતત બે વખત પ્યારેલાલ સંખવાર જનતા દળના વિધાયક રહ્યા. ૧૯૯૩ની ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીએ પ્રથમ વખત આ સીટ પર કબ્જો મેળવ્યો હતો. બીએસપીની ટિકિટ પર ભગવતી સાગરે અહીંથી ચૂંટણી જીતી હતી. ૧૯૯૬માં કોંગ્રેસ છોડી બસપામાં ગયેલ રાધેશ્યામ કોરી ફરી ભોગનીપુર વિધાનસભા ચૂંટણીમાં પસંદગી પામ્યા. ૨૦૦૨માં થયેલ વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીથી અરુણા કુમારી કોરી, ૨૦૦૭માં બસપાથી રઘુનાથ પ્રસાદ સંખવાર વિધાયક બન્યા હતા.

(12:13 pm IST)