Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

અમેરિકન સરકારનો મોટો નિર્ણય

H-1B વિઝા ધારકોના જીવનસાથીઓને વર્ક પરમિટ

હજારો ભારતીય-અમેરિકન મહિલાઓને ફાયદો થશે

વોશીંગ્ટન, તા.૧૨: અમેરિકાના જો બિડેન એડમિનિસ્ટ્રેશન દ્વારા  ઇમિગ્રેશન માટે સાનુકુળ પગલાં લેતા,ઓટોમેટિક વર્ક ઓથોરાઇઝેશન પરમિટ આપવા માટે સહમતી દર્શાવવામાં આવી છે. આ પગલાથી હજારો ભારતીય-અમેરિકન મહિલાઓને ફાયદો થવાની સંભાવના છે.

આ ઉનાળામાં સ્થળાંતર કરનારાઓની પત્નીઓ વતી અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન (AILA) દ્વારા દાખલ કરાયેલ કલાસ એકશન કેસમાં હોમલેન્ડ સિકયુરિટી વિભાગ દ્વારા આ બાબતનું સમાધાન કરવામાં આવ્યું હતું.

AILA વતી, જોન વાસ્ડેને જણાવ્યું હતું કે, આ H-4 વિઝા ધારકો એવા લોકો છે જેઓ એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોકયુમેન્ટસના એકસટેન્શન માટેની  શરતોને પૂર્ણ કરે છે પરંતુ ભૂતકાળમાં એજન્સી દ્વારા તેમને લાભ નકારવામાં આવ્યા છે, તેમને ફરીથી એલિજિબલ થવું પડશે અને રાહ જોવી પડશે.

મંજૂરી નહીં મળવાને કારણે, તેઓ કોઈપણ માન્ય કારણ વિના તેમની ઊંચા પગારવાળી નોકરી ગુમાવી રહ્યા છે. વાસ્ડને કહ્યું કે અમેરિકન બિઝનેસને પણ આના કારણે નુકસાન થઈ રહ્યું છે.

AILAના ફેડરલ લિટિગેશનના ડાયરેકટર જેસી બ્લેસે કહ્યું હતું કે, 'અમે આ નિર્ણય પર પહોંચીને ખુશ છીએ અને H-4 માટે તે મોટી રાહત સાબિત થશે. નોંધપાત્ર રીતે, બરાક ઓબામા વહીવટીતંત્રે H-1 વિઝા ધારકોને જીવનસાથીની અમુક શ્રેણીઓમાં કામ કરવાનો અધિકાર આપ્યો હતો. અત્યાર સુધીમાં, ૯૦ હજારથી વધુ H-4 વિઝા ધારકો, જેમાં મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકન મહિલાઓનો સમાવેશ થાય છે, તેમને કામ માટે અધિકૃત મંજૂરી મળી છે.

(3:07 pm IST)