Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

આશા વર્કર બહેનોની ખબર અંતર પૂછતા પ્રિયંકા ગાંધી

લખનૌ : ઉત્તરપ્રદેશના શાહજહાં પુર ખાતે મુખ્યમંત્રી યોગીની સભાની બહાર પોતાની માંગ ઉઠાવી રહેલ પોલીસ દ્વારા પ્રતાડિત થયેલ આશા વર્કર બહેનોની આજે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ખબર અંતર પૂછયા હતા. પ્રિયંકા એ ફોટો શેર કરતા ટવીટમાં જણાવેલ કે, આજે મે શાહજહાંપુરમાં પોલીસ દ્વારા પ્રતાડિત કરાયેલ આશા બહેનો સાથે મુલાકાત કરેલ. તેમને પોતાની માંગ ઉઠાવવા બદલ મુખ્યમંત્રીની સભાની બહાર બેરહેમીથી પીટવામાં આવેલ. આશા બહેનો કોરોના દરમિયાન, રસીકરણ સમયે, પ્રસવ પીડા તથા અન્ય મેડીકલ જરૂરીયાતના સમયે દિવસ-રાત કામ કરે છે, પણ આજે આખા પ્રદેશમાં તેમને પ્રતાડિત કરાયેલ છે. તેમનું વેતન ઓછું છે અને સમય પર નથી મળતુ, ભ્રષ્ટાચાર છે અને અવાજ ઉઠાવવા બદલ પીટવામાં આવે છે અને તેમનું અપમાન કરાય છે. આશા બહેનો આપ સમ્માન અને સારા વેતનના હકકદાર છે. હું તમારી સાથે ખભે-ખભો મીલાવી આ લડાઇમાં તમારી સાથે છું.

(3:13 pm IST)