Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

હિન્‍દુ અને હિન્‍દુત્‍વ બંને અલગ-અલગઃ આરએસએસ અને ભાજપની વિચારધારા નફરત ભરેલીઃ કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ રાહુલ ગાંધીના પ્રહારો

વીડિયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી પાર્ટીના ડિઝીટલ અભિયાન ‘જન જાગરણ'નો પ્રારંભ કર્યો

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે હિન્દૂ અને હિન્દુત્વ અલગ-અલગ છે, તેમણે કહ્યુ કે RSS અને BJPની વિચારધારા નફરત ભરેલી છે. રાહુલ ગાંધીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પાર્ટીના ડિઝિટલ અભિયાન જગ જાગરણ અભિયાનનો પ્રારંભ કર્યો છે.

કોંગ્રેસની રાષ્ટ્રવાદી વિચારધારા પર ભારે છે RSS-BJPની વિચારધારા- રાહુલ ગાંધી

કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યુ, “આજે અમે માનીયે કે ના માનીયે RSS અને BJPની નફરત ભરેલી વિચારધારા કોંગ્રેસ પાર્ટીના પ્રેમમયી, સ્નેહી અને રાષ્ટ્રવાદી વિચારધારા પર ભારે પડી ગઇ છે. કારણ કે અમે તેને પોતાના લોકો વચ્ચે આક્રમક રૂપથી પ્રચારિત નથી કર્યા. આપણે તેનો સ્વીકાર કરવો જ પડશે પરંતુ અમારી વિચારધારા જીવતી છે, જીવંત છે.

રાહુલ ગાંધીએ કહ્યુ, “ભારતમાં બે વિચારધારા છે, એક કોંગ્રેસ પાર્ટીની અને એક RSSની. આજના ભારતમાં ભાજપ અને આરએસએસે નફરત ફેલાવી દીધી છે અને કોંગ્રેસની વિચારધારા જોડવા, ભાઇચારા અને પ્રેમની છે.

હિન્દુત્વ પર થઇ રહ્યો છે વિવાદ

મહત્વપૂર્ણ છે કે રાહુલ ગાંધીનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે હિન્દૂ અને હિન્દુત્વ પર ટિપ્પણી કરવાને લઇને કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ અને રાશિદ અલ્વી પર ભાજપ પ્રહાર કરી રહ્યુ છે. સલમાન ખુર્શીદે પોતાની અયોધ્યા ચુકાદા પર પુસ્તક સનરાઇઝ ઓવર અયોધ્યામાં હિન્દુત્વની તુલના આતંકી સંગઠન ISIS અને બોકો હરામ સાથે કરી છે. બીજી તરફ રાશિદ અલ્વીએ કહ્યુ, “જય શ્રી રામના નારા લગાવનારાઓની તુલના રામાયણના કાલનેમિ રાક્ષસ સાથે કરી છે. રામરાજ્ય અને જય શ્રી રામનો નારો લગાવનારા મુનિ નથી પણ રામાયણ કાળના કાલનેમિ રાક્ષસ છે.

(5:12 pm IST)