Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ટ્રેક્ટર પણ ત્યા જ છે અને ખેડૂત પણ ત્યા જ છે. આ વખતે બહેરી-બોબળી સરકારને જગાવવા અને પોતાની વાત મનાવવા માટે ખેડૂત 29 નવેમ્બરે ટ્રેક્ટરથી સંસદ ભવન જશેઃ રાકેશ ટિકૈતનું ટ્વીટ

ત્રણ નવા કૃષિ કાયદા વિરૂદ્ધ આંદોલનને એક વર્ષ પૂર્ણ થવા પર 500 ખેડૂત દરરોજ 29 નવેમ્બરથી શરૂ થઇ રહેલા શિયાળુ સત્ર દરમિયાન સંસદ સુધી શાંતિપૂર્ણ ટ્રેક્ટર માર્ચમાં ભાગ લેશે

નવી દિલ્હી: કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત ફરી એક વખત પોતાના આંદોલનને ગતિ આપવાના પ્રયાસમાં જોડાઇ ગયા છે. ખેડૂતોએ હવે દિલ્હીના સંસદ ભવન જવાનો નિર્ણય કર્યો છે. ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યુ કે સરકારને જગાવવા અને પોતાની વાત મનાવવા માટે ખેડૂત 29 નવેમ્બરે ટ્રેક્ટર લઇને સંસદ ભવન જશે.

રાકેશ ટિકૈતે ટ્વીટ કરતા લખ્યુ, “ટ્રેક્ટર પણ ત્યા જ છે અને ખેડૂત પણ ત્યા જ છે. આ વખતે બહેરી-બોબળી સરકારને જગાવવા અને પોતાની વાત મનાવવા માટે ખેડૂત 29 નવેમ્બરે ટ્રેક્ટરથી સંસદ ભવન જશે. 29 નવેમ્બરે ખેડૂત 500-500 ટ્રેક્ટર સહિત ગાજીપુર બોર્ડર અને ટિકરી બોર્ડરથી દિલ્હીના સંસદ ભવન માટે રવાના થશે.

ખેડૂત આંદોલનને 26 નવેમ્બરે એક વર્ષ પૂર્ણ થશે

આગામી 26 નવેમ્બરે ખેડૂત આંદોલનને શરૂ થયે એક વર્ષ થવા જઇ રહ્યુ છે. સંયુક્ત કિસાન મોર્ચા (SKM)એ કહ્યુ કે કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા વિરૂદ્ધ આંદોલનને એક વર્ષ પૂર્ણ થવા પર 500 ખેડૂત દરરોજ 29 નવેમ્બરથી શરૂ થઇ રહેલા શિયાળુ સત્ર દરમિયાન સંસદ સુધી શાંતિપૂર્ણ ટ્રેક્ટર માર્ચમાં ભાગ લેશે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂત ગત વર્ષે 26 નવેમ્બરથી નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગને લઇને દિલ્હીની સરહદો પર બેઠા છે. સુપ્રીમ કોર્ટે આ કાયદા પર જાન્યુઆરીમાં રોક લગાવી દીધી હતી.

પાર્લિયામેન્ટ સેશન 29 નવેમ્બરથી શરૂ થશે

આ પહેલા રાકેશ ટિકૈતે ટ્રેક્ટર માર્ચને લઇને કહ્યુ હતુ કે 22 નવેમ્બરે ખેડૂત આંદોલનને એક વર્ષ પૂર્ણ થવા પર સંયુક્ત કિસાન મોર્ચાની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે 26 તારીખે કેટલાક રાજ્યના પાટનગરમાં બેઠેલા ખેડૂત કાર્યક્રમ કરશે, તે દિવસે બંધારણ દિવસ પણ છે, માટે તેને બચાવવાનો પ્રયાસ પણ થશે. 29 તારીખથી જ્યારે પાર્લિયામેન્ટ સેશન શરૂ થશે તો દરેક મોરચે (ગાજીપુર બોર્ડર અને ટિકરી બોર્ડર) જ્યા પોલીસે રસ્તો ખુલ્લો હોવાનું એફિડેવિટ આપ્યુ છે, તે મોર્ચાથી 500-500 ખેડૂત ટ્રેક્ટર સાથે નીકળશે. ખેડૂતોને જ્યા પણ રોકવામાં આવશે ત્યા બેસી જશે.

(5:20 pm IST)