Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

એબીપી/સી-વોટર પ્રી પોલ સર્વે: યુપીમાં ભાજપનો ઘોડો વીનમાં: બીજા નંબરે અખિલેશનો સમાજવાદી પક્ષ: મણિપુરમાં ભાજપ આગળ, બીજા નંબર પર કૉંગ્રેસ: ગોવામાં ભાજપને સામાન્ય બહુમતી: ઉત્તરાખંડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કસોક્સનો મુકાબલો

યુપીમાં મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથને ૪૧ ટકા લોકોની સૌથી મોટી પસંદ છે.  બીજા સ્થાને ૩૨ ટકા લોકો અખિલેશ યાદવની સાથે છે.  માયાવતી ત્રીજા સ્થાને છે. યુપીની ૪૦૩ બેઠકમાંથી ભાજપ અને તેના સાથી પક્ષોને ૨૧૩ થી ૨૨૧ બેઠકો, એસપી અને તેના સહયોગીઓને ૧૫૨ થી ૧૬૦ બેઠકો, બસપાને ૧૬ થી ૨૦ બેઠકો અને  કોંગ્રેસને ૬ થી ૧૦ બેઠકો મળી શકે છે.

મણિપુરની ૬૦ બેઠકો પર સી-વોટરના સર્વેમાં લોકોનો ચૂંટણીનો મૂડ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.  બીજેપીને સૌથી વધુ ૩૯% વોટ મળે તેમ લાગે છે.  બીજા સ્થાને કોંગ્રેસને ૩૩ ટકા વોટ મળી શકે છે.  તે પ્રમાણે જો સીટોની વાત કરીએ તો મણિપુરમાં બીજેપીને ૨૫ થી ૨૯ સીટો, કોંગ્રેસને ૨૦ થી ૨૪ સીટો, એનપીએફને ૪ થી ૮ સીટો મળી શકે છે.

ગોવામાં ૪૦ બેઠકો પર યોજાનારી વિધાનસભાની ચૂંટણી પ્રથમ કરવામાં આવેલા સર્વેમાં ભાજપને સૌથી વધુ ૧૯ થી ૨૩ બેઠકો પર જીત મળતી દેખાઈ રહી છે.  કોંગ્રેસને ૨ થી ૬, આપ ને ૩ થી ૭ બેઠકો મળી શકે છે.

સીવોટરના સર્વેમાં ઉત્તરાખંડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કસોક્સનો મુકાબલો છે.  જો આજે અહીં ચૂંટણી થાય તો ૭૦ બેઠકોમાંથી ભાજપને સૌથી વધુ બેઠકો મળી શકે છે.  ભાજપને ૩૬ થી ૪૯ બેઠકો, કોંગ્રેસને ૩૦ થી ૩૪ બેઠકો અને આપ ને ૦ થી ૨ બેઠકો મળી શકે છે.

(7:27 pm IST)