Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

મહારાષ્ટ્રમાં અનામત કવોટા ૫૦ ટકાથી વધારવાની કવાયત

પવારના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળ પીએમ મોદીને મળે તેવી શકયતા

મુંબઇ,તા. ૧૩: મરાઠા આરક્ષણમાં કાયદાકીય પેચમાં ફસાયા બાદ મહારાષ્ટ્ર સરકાર ઇચ્છે છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર અનામત કોટા ૫૦ ટકાથી વધારવામાં આવે. જેથી તેનો લાભ અન્ય રાજયોના લોકોને પણ મળી શકે. મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ આ સંબંધમાં જલ્દી જ અન્ય મુખ્યમંત્રીઓને પત્ર લખી શકે છે.

ખરેખર તો મહારાષ્ટ્રમાં મરાઠા અનામત જવલંત મુદ્દો છે. સુપ્રીમ કોર્ટમાં ૨૫ જાન્યુઆરીએ આ કેસ પર સુનાવણી શરુ થશે. જયાં સુધી અનામતનો કવોટા વધતો નથી ત્યાં સુધી મરાઠા આરક્ષણ મળવું શકય નથી.

મરાઠા આરક્ષણ સંબંધી રાજય મંત્રીમંડળની ઉપસમિતિના અધ્યક્ષ તેમજ લોકનિર્માણ મંત્રી ચૌહાણે કહ્યું કે ૧૯૯૩ના ઇંદિરા સાહની મામલામાં સુપ્રીમ કોર્ટના ૯ સભ્યની પીઠમાં સુનાવણી થઇ હતી. ત્યારે કોર્ટે જાતિ આધારિત અનામતની અધિકત્ત્।મ સીમા ૫૦ ટકા નક્કી કરી હતી. પરંતુ હવે તેમાં ફેરફારની જરૂરિયાત છે. હાલના સમયમાં તામિલનાડુ સહિત ૨૫ રાજયોમાં ૫૦ ટકાથી વધારે અનામત આપવામાં આવી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં પણ દેવેન્દ્ર ફડણવીસ સરકારે ૨૦૧૮માં સામાજિક તેમજ આર્થિક રીતે પછાત વર્ગ  માટે (SEBC) હેઠળ મરાઠા સમાજને શિક્ષા તેમજ સરકાર નોકરીમાં અનામત દેવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. જેને હાઇકોર્ટે માન્ય રાખ્યો, જયારે સુપ્રિમ કોર્ટમાં તેના પર રોક લગાવી દીધી છે.

મરાઠા અનામત આંદોલનને લઇને અશોક ચવ્હાણ અને અન્ય મંત્રી મંગળવારના રોજ NCP અધ્યક્ષ શરદ પવારને મળવા પહોંચ્યાં. શરદ પવારને વરિષ્ઠ વકીલોએ સુચન કર્યું કે જો કેન્દ્ર સરકાર સકારાત્મક પહેલ કરે તો SEBC હેઠળ માત્ર મરાઠા સમાજને અનામતનો લાભ મળશે, જયારે અન્ય રાજયોમાં પણ અનામતનો કવોટા વધી શકે છે. આ મુદ્દા પર વાતચીત માટે શરદ પવારના નેતૃત્વમાં જલ્દી મહારાષ્ટ્રના સાંસદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને મળવા જાય તેવી શકયતા છે.

(10:02 am IST)