Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

૬.૩૦ કલાક સુધી સતત ૧૨૦ ભાષાઓમાં ગીતો ગાઇ દુબઇની ભારતીય મૂળની દીકરીએ સજર્યો વર્લ્ડ રેકોર્ડ

એક સાથે ૧૨૦ ભાષાઓને જાણવું સહેલું નથી. ન ફકત ધ્વનિ શિક્ષા પણ તેની સતર્કતા અને સમર્પણ તે બધુજ આ માટે ખુબજ જરૂરી છે

દુબઇ,તા. ૧૩: એક વ્યકિત સામાન્ય રીતે પાંચ, છ, સાત કે ૧૦-૧૨ ભાષાઓ જાણતો હોય છે. કે તેનાંથી એકાદ ભાષા વધારે. પણ કોઇ એક સાથે ૧૨૦ જેટલી ભાષાનું જ્ઞાન ધરાવતું હોય તો તેને શું કહેશો. દુબઇની રહેવાશી સુચેતા સતીશની પાસે આ હુનર છે. ૧૩ વર્ષીય ભારતીય આ દીકરીનાં કૌશલથી તેણે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.

સુચેતાએ ૧૦૦ ગ્લોબલ ચાઇલ્ડ પ્રોડ્યૂઝી એવોર્ડ જીત્યા છે ન ફકત તેણે ૧૨૦ ભાષાઓમાં ગીતો ગાયા. પણ તેણે બાળ કલાકાર રૂપે સૌથી લાંબા સમય સુધી સંગીત કાર્યક્રમ આપ્યો જે માટે તેને એવોર્ડ મળ્યો છે.

દુબઇ ઇન્ડિયન હાઇ સ્કૂલની છાત્રા સુચેતાએ પહેલાં પણ દ્યણી ભાષાઓમાં ગીતો ગાયા છે. અને હાલમાં જ તેણે દુબઇનાં ખલીજ ટાઇમ્સ અનુસાર એક આલ્બમ પણ જાહેર કરવાની છે. આ આલ્બમમાં સાઉથ સુપરસ્ટાર પણ નજર આવશે.

સુચેતાએ તેનાં આલ્બમ વિશે વાત કરતાં જણાવ્યું કે, તેણે તેનાં બે વર્લ્ડ રેકોર્ડ માટે પસંદ કરવામાં આવી છે. એક સૌથી વધુ ભાષાઓમાં ગાવા માટે અને બીજો સૌથી લાંબો કોન્સર્ટ માટે. છેલ્લો રેકોર્ડ તેણે એક વર્ષ પહેલાં બનાવ્યો હતો. તેણે દુબઇમાં ભારતીય વાણિજય દુતાવાસ સભાગારમાં એક કાર્યક્રમમાં ૧૦૨ ભાષાઓમાં ૮.૧૫ કલાક સુધી એક સાથે ગીતો ગાયા હતાં.

તેનાં રેકોર્ડ વિશે વાત કર્યા બાદ તેણે તેનાં નવાં આલ્બમ અંગે વાત કરી હતી. તેણે જણાવ્યું કે, તેની નવી આલ્બમ અલ હબીબી આવી રહી છે.આ આલ્બમનો વીડિયો મલયાલમ સુપરસ્ટાર મમૂટી અને ઉન્ની મુકુંદન પણ નજર આવે છે. આ વિશે સુચેતાનું કહેવું છે કે, તે ફિલ્મ મમંગમનાં પ્રમોશન માટે જયારે દુબઇ આવ્યાં હતાં. ત્યારે જેમ મને તેમનાં વિશે માલૂમ થયું અમે તેમને મળવાં ગયા હતાં. અને તેઓ પણ મને મળીને મારાં આલ્બમમાં કામ કરવાં હામી ભરી હતી. બસ પછી તો જે થયું તે ઇતિહાસ છે. સુચેતા વધુમાં કહે છે કે, દરરોજની કડી મહેનત અને અભ્યાસ કરું છું. ભગવાનની કૃપાથી હું મારા ભણવાંને નુકશાન પહોંચાડ્યાં વગર ગાઇ શકું છું.

ડો. એપીજે અબ્દુલ કલામ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન અને એ આર રહેમાન આ ૧૦૦ ગ્લોબલ ચાઇલ્ડ પ્રોડિઝ એવોર્ડનું સમર્થન કરે છે. ન ફકત ગીતો પણ નૃત્ય, ડ્રોઇંગ, લેકન, અભિનય, મોડલિંગ, નવવિચાર, વિજ્ઞાન અને ખેલમાં પણ તેઓ એવોર્ડ પ્રદાન કરે છે. તેઓ આમ તો તમામ ક્ષેત્રે દર વર્ષે એવોર્ડ આપે છે.

(10:05 am IST)