Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

યુપીમાં રસીકરણ પહેલા હેલ્‍થ વર્કર્સની યાદીમાં ગોટાળોઃ મૃત નર્સ અને રીટાયર્ડ ડોક્‍ટરોના પણ નામઃ તપાસના આદેશો

વેક્‍સીન લગાવવાનારા લાભાર્થીઓના લીસ્‍ટમાં પણ કૌભાંડ

અયોધ્‍યા : કોરોના મહામારી વચ્‍ચે ૧૬ જાન્‍યુઆરીથી દેશમાં રસીકરણ અભિયાન શરૂ થશે. પરંતુ આ બધાની વચ્‍ચે યુપીની અયોધ્‍યામાં વેકસીન લગાવતા લાભાર્થીઓની લીસ્‍ટમાં મોટી ભૂલ સામે આવી છે. મૃતક નર્સ રીટાયર્ડ નર્સ તથા સંવિધ સમાપ્‍ત થતા ડોકટરનું પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે ૧૬ જાન્‍યુઆરીથી રાજયના ૮૫૨ સેન્‍ટરો પર કોરોનાનું ટીકા હેલ્‍થ વર્કરોને લગાવવામાં આવશે.

માલૂમ પડે કે કોરોના વેકસીન લગાવવા માટે લાભાર્થીઓની પ્રથમ લીસ્‍ટમાં સ્‍વાસ્‍થ્‍ય વિભાગ દ્વારા તથા આવશ્‍યક સેવાઓ સાથે જોડાયેલા કર્મચારી અને સામેલ છે. પરંતુ યુપીના અયોધ્‍યા જીલ્લામાં વેકસીન લગાવતા લાભાર્થીઓની આ યાદીમાં મોટી લાપરવાહી સામે આવી છે. તથા લાભાર્થીઓની યાદીમાં મૃતક નર્સ, રીટાયર્ડ નર્સ તથા સંવીધ સમાપ્‍ત થતા ડોકટરનું નામ સામેલ કરવામાં આવ્‍યુ.

એવામાં જયારે આ મામલો અયોધ્‍યા પહોંચ્‍યો ત્‍યારે સ્‍વાસ્‍થ્‍ય તેમજ પરીવાર કલ્‍યાણ મંત્રી જય પ્રતાપસિંહની સામે આવ્‍યા તો તેઓએ તપાસના આદેશ આપ્‍યા છે. સાથે જ તેઓએ એ પણ સ્‍પષ્‍ટ કરી દીધુ છે આ મામલે લાપરવાહ કર્મચારીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.

યુપીના સ્‍વાસ્‍થ્‍ય મંત્રીએ કહ્યું કે રાજયમાં ડોકટરની સંખ્‍યા ઓછી છે. ત્‍યાં એકલા ડોકટરોની સંખ્‍યા ૮ થી ૧૦ હજાર છે. જેના લીધે યુપીમાં સ્‍વાસ્‍થ્‍ય સેવાઓ પ્રભાવિત થઈ રહી છે.

(3:46 pm IST)