Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ગ્વસલિયરમાં બે દિવસમાં જ પોલીસે બંધ કરાવી ‘ગોડસે જ્ઞાનશાળા’ની લાઈબ્રેરી: પુસ્તકો કર્યા જપ્ત

હિન્દૂ મહાસભાની ‘ગોડસે જ્ઞાનશાળા’ને લઈને ખુબ વિરોધ પ્રદર્શન અને સોશ્યલ મીડિયામાં હંગામો થયો હતો

ગ્વાલિયર બે દિવસ પહેલા જ અખિલ ભારતીય હિન્દૂ મહાસભામાં પોતાના ગ્વાલિયર ઓફિસમાં મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને લઈને લાઈબ્રેરી ખોલવામાં આવી હતી. મંગળવારે પોલીસે આને બંધ કરાવીને પુસ્તકો જપ્ત કરી લીધી. કાનૂન વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા પોલીસે તેની કાર્યવાહી કરી છે. હિન્દૂ મહાસભાની ‘ગોડસે જ્ઞાનશાળા’ને લઈને ખુબ જ વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં હતા અને સોશિયલ મીડિયા પર જ હંગામો થઈ રહ્યો હતો. આને જોતા ગ્વાલિયરના સુપરિન્ટેન્ડેન્ટ અમિત સાંધીએ કલમ 144 લાગુ કરી દીધી હતી.

 સાંધીએ કહ્યું, હિન્દૂ મહાસભાના સભ્યો સાથે એક બેઠક બોલાવી હતી અને તે પછી જ્ઞાનશાળાને બંધ કરી દેવામાં આવી હતી. સાહિત્ય, પોસ્ટર અને અન્ય સામગ્રી જપ્ત કરી લેવામાં આવી છે. હિન્દુ મહાસભાના ઉપાધ્યક્ષ જૈવીર ભારદ્વાજે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, “ગોડસેના જીવન સાથે જોડાયેલા સાહિત્ય ઉપરાંત આ જ્ઞાનશાળામાં લેક્ચર પણ થવાના હતા. આ બધા ભાષણોમાં ગોડસેની જીવન યાત્રા અને ભારતના ભાગલાને રોકવામાં ગાંધીની નિષ્ફળતા વિશે વાત થાય છે.”

તેમને કહ્યું, “મારો હેતુ વધારેમાં વધારે લોકો સુધી સંદેશ પહોંચાડવાનો હતો અને તે પૂરો થઈ ગયો છે. અમે કોઈપણ રીતે કાયદાનો ઉલ્લંઘન કરવા માંગતી નથી, તેથી લાયબ્રેરીને બંધ કરાવી દેવામાં આવી

(12:25 pm IST)