Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

બર્ડ ફલુ અંગે પર્યાવરણ મંત્રાલયનો રિપોર્ટ

હિમાચલ-ગુજરાત-કેરળના જંગલોમાં પ્રવાસી બતકોમાં સંક્રમણ મળ્યુ

નવી દિલ્હી, તા. ૧૩ :. દેશના ૧૦ રાજ્યોમાં બર્ડ ફલુની પુષ્ટી બાદ આ વાયરસ જંગલો તરફ પહોંચ્યો છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે જણાવેલ કે હિમાચલ, ગુજરાત અને કેરળના જંગલોમાં ઘણા પ્રવાસી બતકો સંક્રમિત મળ્યા છે. જંગલોમાં બર્ડ ફલુ ફેલાવાથી જાનવરોેની વિલુપ્ત થતી પ્રજાતિઓને ખતરો છે.

મંત્રાલયના એડીશ્નલ ડાયરેકટર જનરલ સોમિત્ર દાસગુપ્તાએ જણાવેલ ફલુ હિમાચલના પૌંગ ડેમ બાદ કેરળ, ગુજરાતના વનમાં પહોેંચ્યો છે. બોમ્બે નેચરલ હીસ્ટ્રી સોસાયટીના ડાયરેકટર બિવશ પાંડયે જણાવેલ કે એવિયન ઈન્ફલુસેંઝા સામાન્ય હાલતમાં માનવ શરીરને સંક્રમિત નથી કરતુ પણ સ્થાનીય પક્ષીમાં ફેલાય શકે છે. પોલ્ટ્રી બરબાદ થઈ શકે છે. ભુંડ પણ સંક્રમિત થઈ શકે છે.

(1:06 pm IST)