Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને હટાવવા માટે સંવિધાનના 25મા સંશોધનના ઉપયોગનું સમર્થન નથી કરતાઃ અમેરિકાના ઉપરાષ્‍ટ્રપતિ માઇક પેન્‍સે

અમેરિકના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રજેન્ટેટિવ્સના નેતાઓને મંગળવારે કહ્યું કે, તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હટાવવા માટે સંવિધાનના 25માં સંશોધનના ઉપયોગનું સમર્થન કરતા નથી. ન્યૂઝ એજન્સી AFPના એક રિપોર્ટમાં આની જાણકારી આપવામાં આવી છે.

પેન્સે હાઉસ ઓફ રિપ્રજેન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીને લેટર લખીને કહ્યું, “રાષ્ટ્રપતિના કાર્યકાળમાં માત્ર 8 દિવસ બચ્યા છે, તમે અને ડેમોક્રેટિક કોકસ માંગ કરી રહ્યાં છો કે કેબિનટે અને 25માં સંશોધનનો ઉપયોગ કરૂ. મને લાગતું નથી કે, આ પગલું આપણા દેશના હિતમાં હશે અથવા આપણા સંવિધાનના અનુરૂપ હશે.

જણાવી દઈએ કે, મોટાભાગના રિપબ્લિકન સાંસદોએ સોમવારે સંસદમાં ડેમોક્રેટિક સભ્યોના અનુરોધને ફગાવી દીધો હતો, જેમાં ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ ઉપરથી ઝડપી હટાવવા માટે ઉપરાષ્ટ્રપતિ પેન્સને સંવિધાનના 25માં સંશોધનનો ઉપયોગ કરવાની અપીલ પર સર્વસમ્મતિની માંગ કરવામાં આવી હતી.

AFP અનુસાર, આ પ્રસ્તાવ પર હાઉસ ઓફ રિપ્રજેંટેટિવ્સમાં વોટિંગ થવાની છે, જોકે તેના કેટલાક કલાકો પહેલા જ ઉપરાષ્ટ્રપતિને લેટર આવી ગયો.

કેટલાક રિપબ્લિકન સાંસદ બોલ્યા- ટ્રમ્પ વિરૂદ્ધ મહાભિયોગનું કરશે સમર્થન

ટ્રમ્પ વિરૂદ્ધ સોમવારે ડેમોક્રેટિક પાર્ટીના સાંસદોએ મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ સાંસદોએ પ્રસ્તાવ રજૂ કરીને ટ્રમ્પ પર પોતાના સમર્થકોને કેપિટલ બિલ્ડીંગમાં હિંસા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો.

પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રમ્પ પોતાના સમર્થકોને કેપિટલ બિલ્ડીંગની ઘેરાબંધી માટે ત્યારે ઉશ્કેર્યા, જ્યારે ત્યાં ઈલેક્ટોરલ કોલેજના વોટોની ગણતરી ચાલી રહી હતી અને લોકો દ્વારા હલ્લાબોલ કરવાના કારણે પ્રક્રિયા બાધિત થઈ. આ ઘટનામાં એક પોલીસ અધિકારી સહિત પાંચ લોકોના મોત થઈ ગયા.

ફોર્બ્સ અનુસાર, રિપબ્લિકન સાંસદોના એક ગ્રુપે કહ્યું છે કે, તેઓ ટ્રમ્પ વિરૂદ્ધ મહાભિયોગના સમર્થનમાં વોટ કરશે. ફોર્બ્સે અનેક મીડિયા રિપોર્ટ્સના હવાલાથી જણાવ્યું છે કે, 10-20 રિપબ્લિકન્સે વ્યક્તિગત રીતે સંકેત આપ્યા છે કે, તેઓ મહાભિયોગનું સમર્થન કરશે.

મંગળવારે લિજ ચેનીએ કહ્યું કે, તે મહાભિયોગનું સમર્થન કરશે. જોન કેટકો સાર્વજનિક રીતે મહાભિયોગના સમર્થનમાં આવી ચૂક્યા છે. તે ઉપરાંત ફ્રેડ ઉપ્ટનના પ્રવક્તાએ ફોર્બ્સને જણાવ્યું કે, ફ્રેડ મહાભિયોગનું સમર્થન કરશે.

(5:01 pm IST)