Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

રાજ્યસભામાં બજેટ સત્રનો પહેલો તબક્કો પૂર્ણ : 99 ટકા કામકાજ થયું :બેઠક સ્થિગત

સત્રનો બિજો તબ્બ્કો ૮ માર્ચે શરૂ થશે અને 8 એપ્રિલ સુધી ચાલશે.

નવી દિલ્હી : રાજ્યસભામાં ૨૯ જાન્યુઆરીથી શરૂ થયેલું બજેટ સત્રનો પહેલો તબ્બકો પૂરું થઈ ચૂક્યો છે અને આ દરમિયાન બજેટમાં ૯૯% કામકાજ પૂર્ણ થયા છે. રાજ્યસભામાં આજે બજેટ ચર્ચા પૂર્ણ થયા બાદ બેઠક સ્થગિત કરવામાં આવી હતી. પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ હેઠળ સત્રનો બિજો તબ્બ્કો ૮ માર્ચે શરૂ થશે અને 8 એપ્રિલ સુધી ચાલશે.

રાજ્યસભાના ચેરમેન એમ વૈકેયા નાયડુએ રાજ્યસભાની બેઠક સ્થગિત કરતા પહેલા કહ્યું હતું કે, આ પહેલા તબ્બકામાં ૯૯% કામકાજ થયું છે અને ચાલુ સપ્તાહમાં સદનમાં ૧૧૩ ટકા તેમજ ગત સપ્તાહમાં ૮૨% કામકાજ થયું છે.

નાયડુએ વધુમાં કહ્યું હતું કે, આ દરમિયાન રાષ્ટ્રપતિ અભિભાષણ ઉપર ધન્યવાદ પ્રસ્તાવ અને બજેટ ઉપર લાંબી ચર્ચાઓ થઈ છે. જેમાં લગભગ 100 સભ્યો એ ભાગ લીધો છે.

આ પહેલાં ચરણમાં મહત્વના વિષયો હેઠળ ૮૮ મુદ્દાઓ ઉઠાવવામા આવ્યા છે જેમાંથી ૫૬ વિષય શુન્યકાળ હેઠળ અને ૩૨ વિષય વિશેષ ઉલ્લેખ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે.

રાજ્ય સભાના ચેરમેન વધુ જણાવ્યું હતું કે છેલ્લા બે સપ્તાહ દરમિયાન સદનમાં ત્રણ મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપવામાં આવી છે. જેમાં મુખ્ય બંદર ઓથોરિટી બીલ ૨૦૨૦, જમ્મુ કાશ્મીર પુનઃરચના સુધારા બિલ અને દિલ્હી કાયદો વિશેષ જોગવાઈ બીજો સુધારો બીલ ૨૦૨૧નો સમાવેશ થાય છે.

(12:00 am IST)