Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

રસીકરણમાં ભારતની ઉપલબ્ધી : છેલ્લા 26 દિવસમાં 74.30 લાખ ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના વેક્સિન આપી

અમેરિકાએ 26 દિવસમાં 65 લાખ લોકોને વેક્સિન આપી છે

નવી દિલ્હી : દેશમાં રસીકરણનો આરંભ થયા બાદ 26 દિવસની અંદર ભારતે આ ઉપલબ્ધિ હાંસલ કરી દેખાડી છે દેશમાં અત્યાર સુધી 74.30 ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના વેક્સિન મળી ચૂકી છે. ખૂબ ઓછા સમયમાં કોરોના વેક્સિન બનાવનાર દેશ તરીકેનુ બહુમાન પણ ભારતને હાંસલ થયું છે

માહિતી બ્યૂરો તરફથી જારી થયેલા ગ્રાફ પ્રમાણે ભારતે ફક્ત 26 દિવસમાં 70 લાખ કરતા પણ વધારે લોકોને કોરાનાની વેક્સિન આપી. ભારતે અમેરિકાને પણ પાછળ રાખ્યો છે. અમેરિકાએ 26 દિવસમાં 65 લાખ લોકોને વેક્સિન આપી. તો ઈઝરાઈલે 20 લાખ તો સ્પેને 10 લાખ લોકોને રસી આપી છે 

(12:00 am IST)