Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

7.5ની તીવ્રતાના મહાભુકંપથી જમ્મુ-કાશ્મીરથી લઈ દિલ્હી-એનસીઆર સહીત ઉત્તર ભારત સુધી આંચકા અનુભવાયા : તજાકિસ્તાનમાં કેન્દ્ર બિંદુ

પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સહીત અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા

નવી દિલ્હી: શ્રીનગરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ આંચકા દિલ્હી અને એનસીઆરમાં પણ લોકોએ અનુભવ્યા છે. ભૂકંપના ઝટકા સમગ્ર ઉત્તર ભારતના વિસ્તારમાં અનુભવાયા છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા

ભૂકંપનું કેંદ્ર તઝાકિસ્તાન  હતું અને આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5 માપવામાં આવી છે. ભૂકંપના આંચકા પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં અનુભવાયા છે.

(12:00 am IST)