Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ખેડૂતો સાથે વાતચીત અને લોકતંત્રનો રસ્તો અપનાવવાના પ્રયાસને લઈને પીએમ ટ્રૂડોએ કેન્દ્ર સરકારના વખાણ કર્યા

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોએ ખેડૂત આંદોલનને લઈને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂંડો ભારતમાં કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. પરંતુ હાલમાં જ કેનેડા તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, ટ્રૂંડોએ પીએમ મોદી સાથે ફોન પર વાતચીત દરમિયાન ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો. હવે આને લઈને ભારતીય વિદેશ મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. વિદેશ મંત્રાલયે તે વાતની પુષ્ટિ કરી છે કે, પીએમ મોદી અને કેનેડાના પીએમ વચ્ચે ખેડૂતોને લઈને બુધવાર 10 ફેબ્રુઆરીએ વાતચીત થઈ હતી

વિદેશ મંત્રાલય તરફથી જે નિવેદન આપવામાં આવ્યું છે, તે અનુસાર જસ્ટિન ટ્રૂડોનું વલણ હવે ખેડૂત આંદોલનને લઈને નરમ થઈ ચૂક્યું છે અને તે ઉપરાંત તેમને આને લઈને ભારતના વખાણ પણ કરી નાંખ્યા છે.

વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, “ભારત સરકારની ખેડૂતો સાથે વાતચીત અને લોકતંત્રનો રસ્તો અપનાવવાની કોશિશને લઈને પીએમ ટ્રૂડોએ સરકારના વખાણ કર્યા છે. ટ્રૂડોએ પીએમ મોદી સાથે વાતચીતમાં કહ્યું કે, તેમની સરકાર કેનેડામાં રહેલા ભારતીય રાજનાયિકો અને પરિસરોની સુરક્ષાની જવાબદારી લે છે અને તે સુનિશ્ચિત કરવામાં આવશે.

આનાથી પહેલા ટ્રૂડો સાથે થયેલી વાતચીતને લઈને ભારત સરકાર તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યો હતો, પરંતુ તેમાં ક્યાંય પણ ખેડૂત આંદોલનનો ઉલ્લેખ નહતો. પીએમઓ તરફથી કહેવામાં આવ્યું હતું કે, જેવું ભારતે અન્ય દેશો સાથે કર્યું, ઠિક તેવી રીતે ભારત કેનેડામાં વેક્સિનેશનની કોશિશમાં પોતાનો સહયોગ આપશે. સાથે જ કહેવામાં આવ્યું કે, ભારત સરકારે ટ્રૂડોને આશ્વાસન આપ્યું છે કે, જેટલા વેક્સિન ડોઝ તેમને માંગ્યા છે, તેટલી સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવશે

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોએ ખેડૂત આંદોલનને લઈને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. તેમને કહ્યું હતું કે, તે ખેડૂતોનું બંધારણીય અધિકાર છે. ટ્રૂડોના આ નિવેદન પછી ભારતીય વિદેશ મંત્રાલય તરફથી આની નિંદા કરવામાં આવવી હતી. ભારતે કહ્યું હતુ કે, “જો આવી હરકતો ચાલું રહેશે તો ભારત અને કેનેડાના સંબોધો પર નુકશાનકારક પ્રભાવ પડી શકે છે.”

જોકે, તે પછી ટ્રૂડોએ ફરીથી ખેડૂત સમર્થનમાં નિવેદન આપ્યું. તેમને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, “કેનેડા આખા વિશ્વમાં ક્યાંય પણ શાંતિપૂર્વક પ્રદર્શનના સમર્થનમાં ઉભું રહેશે. અને અમે તે જોઈને ખુશ છીએ કે, વાતચીત અને તણાવ ઓછો કરવા તરફ પગલા ભરવામાં આવી રહ્યાં છે

(12:00 am IST)