Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

હરિયાણાના મેહરસિંહ અખાડામાં ફાયરિંગમાં પાંચ લોકોના મોત :બે ઘાયલ, પોલીસે તપાસ શરૂ

પોલીસે મૃતકોની ડેડબોડીને કબજામાં લઈને પોસ્ટમોટર્મ માટે મોકલી : પોલીસે વિસ્તારનો કબજો લઈને સીલ કરી દીધું

હરિયાણાના રોહતકમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી, જેમાં મહેરસિંહ અખાડામાં ફાયરિંગની ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા અને અને બે લોકો ઘાયલ થઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે તપાસ કરવાનું શરૂ કરી છે

માહિતી પ્રમાણે આ ઘટના શુક્રવારના રોજ બનવા પામી હતી, આ બનાવમાં સાત લોકો ગોળીબારનો શિકાર બન્યા હતા, જેનાથી પ્રદીપ મલીક, પૂજા અને સાક્ષી સમેત પાંચ લોકોના મોત નિપજ્યા હતા. ઘાયલ બે જણાંને હોસ્પિટલમાં દાખલ કરાવવા આવ્યા છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે

પોલીસ અધિકારીએ આ મામલે જાણકારી આપતા જણાવ્યું હતું કે જાટ કોલેજના જિમ્નેશિયમમાં ફાયરિંગની અમને સૂચના મળી હતી, પરંતુ આ આખી ઘટના કેવી રીતે બની, શું મરવા વાળા લોકો બધા એક જ પરિવાર ના છે કે કેમ? અથવા સગાવહાલાં છે તે કહેવું મુશ્કેલ છે?

પોલીસે મૃતકોની ડેડબોડીને કબજામાં લઈને પોસ્ટમોટર્મ માટે મોકલી દીધા છે, આ ઘટનામાં ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે, જો કે ફાયરિંગની ઘટના પછી અ વિસ્તારમાં હજુ તણાવ છે અને આ વિસ્તારનો પોલીસે કબજો લઈને સીલ કરી દીધું છે. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે

(1:08 am IST)