Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ભારત ફ્રીમાં આપી રહ્યું છે ડોઝ છતાં...

કોવેક્‍સીનને નથી મળી રહ્યા આંતરરાષ્‍ટ્રીય ગ્રાહકો

ફકત મ્‍યાનમારે ખરીદ્યા ૨ લાખ ડોઝ : ૮.૧ લાખ આપવાની હતી વાત

નવી દિલ્‍હી તા. ૧૩ : કોરોના મહામારીમાં ભારત અનેક દેશોને ફ્રીમાં કોવેક્‍સીનના ડોઝ આપી રહ્યું છે પરંતુ કોઈ આંતરરાષ્ટ્રીય ગ્રાહકો મળી રહ્યા નથી.  આ સાથે ભારત બાયોટેકની કોવિડ -૧૯ વેક્‍સીનને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો મળી રહ્યા નથી. ભારતે કોરોના વાયરસ સંકટ સામે લડી રહેલા ૭ દેશોની મદદ માટે કોવેક્‍સીનના ૮.૧ લાખ ડોઝ આપવાની વાત કરી હતી પણ હવે ફક્‍ત મ્‍યાનમારે જ ૨ લાખ ડોઝ ખરીદ્યા છે.

કોરોનામાં ભારતની તરફથી સદ્વાવનાની રીતે મ્‍યાનમાર, મંગોલિયા, ઓમાન, બહરીન, ફિલિપિન્‍સ, માલદીવ અને મોરેશિયસને વેક્‍સીન મોકલવાની હતી. કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રી હર્ષવર્ધન, વિદેશ મંત્રી એસ જયશંકર અને એમઓએસ ફાર્માસ્‍યૂટિકલ્‍સ મનસુખ માંડવિયાની વચ્‍ચે ૧૮ જાન્‍યુઆરીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

આ પહેલાં કોવેક્‍સીન નિર્માતા કંપની ભારત બાયોટેક ઈન્‍ટરનેશનલ લિમિટેડને ૧૫ જાન્‍યુઆરીએ સૂચિત કરાયું હતું કે વિદેશ મંત્રાલય દ્વારા ૮.૧ લાખ ડોઝ ખરીદાશે. વિદેશ મંત્રાલયે પણ આ ખરીદી ૨૨ જાન્‍યુઆરી બાદ શરૂ કરવાનું નક્કી કર્યું હતું.

ભારત દ્વારા કોરોનાની ૬૪.૭ લાખ વેક્‍સીન અન્‍ય દેશોને દાનમાં આપવામાં આવી છે જયારે ૧૬૫ લાખ ડોઝ વાણિજયના આધારે અપાયા છે. ૬૪.૭ લાખ ડોઝમાંથી ૨ લાખ ડોઝ કોવેક્‍સીનના છે. બાકી બધા ડોઝ ઓક્‍સફર્ડ યુનિવર્સિટીની સીરમ ઈન્‍સ્‍ટિટ્‍યૂટે તૈયાર કરેલી કોવિશિલ્‍ડ વેક્‍સીનના છે.

વેક્‍સીનેશન શરૂ થયાના એક મહિના બાદ હવે લોકો કોવેક્‍સીનને લેવામાં ઓછો રસ ધરાવી રહ્યા છે. મ્‍યાનમારે પોતાના સૈનિકોને આ વેક્‍સીન આપીને ભારતમાં વિશ્વાસ દાખવ્‍યો છે. સચ્‍ચાઈ એ પણ છે કે કોવેક્‍સીનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ હજી બાકી છે. આ સમયે ભારત બાયોટેકની વેક્‍સીનના ગ્રાહકો મળી રહ્યા નથી.

(10:27 am IST)