Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

પાકિસ્તાન રચી રહ્યું છે અજીત ડોભાલ પર હુમલાનું ષડયંત્ર

જૈશના આંતકીઓએ ઓફિસનો વીડિયો બનાવ્યો અને રેકી કરીને પાકિસ્તાન મોકલ્યો : જૈશના ધરપકડ કરેલા આતંકીનું કબુલનામુ : દિલ્હીના અનેક સ્થળોના બનાવાયા વિડીયો

નવી દિલ્હી તા. ૧૩ : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને પાકિસ્તાનથી ચાલતા આતંકી સંગઠનોને નિશાન બનાવાની તૈયારી કરી લીધી હતી. જૈશ-એ-મોહમ્મદના એક ધરપકડ કરેલા આતંકીએ જણાવ્યું કે, તેને પાકિસ્તાની હેન્ડલરના કહેવા પર ડોભાલની ઓફિસની રેકી કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ આતંકીએ ફકત સરદાર પટેલ ભવન, ઉપરાંત દિલ્હીની અનેક મહત્વની જગ્યાઓની રેકી કરીને વિડીયો બનાવ્યો હતો. પૂછપરછ દરમિયાન અનેક ખુલાસાઓ થતા ડોભાલની ઓફિસ અને ઘરની સુરક્ષાનો ઘેરાવો કરીને લોખંડી બંદોબસ્ત કરવામાં આવ્યો. જૈશના આ ઓપરેટીવ ૬ ફેબ્રુઆરીએ દક્ષિણી કાશ્મીરના સોપિયાથી ધરપકડ કરી હતી. તેને ડોભાલના ઓફિસનો વિડીયો રેકીની વાત પૂછપરછ દરમિયાન જણાવી.

૨૦૧૭માં સર્જીકલ સ્ટ્રાઇકસ અને ત્યારબાદ ૨૦૧૯ની બાલાકોટ સ્ટ્રાઇકસના લીધે ડોભાલ સતત પાકિસ્તાની ત્રાસવાદીઓની હિટલિસ્ટમાં રહ્યા છે. હિદાયત - ઉલ્લાહ - મલિક નામના આ આતંકી વિરૂધ્ધ જમ્મુના ગંગયાલ થાણામાં એફઆઇઆર કરવામાં આવી હતી. મલિક જૈશના ફ્રંટ ગ્રુપ લશ્કર-એ-મુસ્તફાનો ચીફ છે. તેની પાસેથી ધરપકડ વખતે શસ્ત્ર અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા. તેને પૂછપરછમાં જણાવ્યું કે, તે ૨૪ મે ૨૦૧૯ના રોજ શ્રીનગરથી દિલ્હીની ફલાઇટ લઇને આવ્યા હતા. ત્યાં તેને એનએસએની ઓફિસનો વિડીયો રેકોર્ડ અને પાકિસ્તાની હેન્ડલરને વોટ્સએપ દ્વારા મોકલ્યો.

(11:13 am IST)