Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

દેશમાં મોંઘવારી ૧૬ મહિનાની નીચલી સપાટીએ

રીટેલ ફુગાવો ઘટીને ૪.૦૬ ટકા : ઔદ્યોગિક ઉત્પાદનમાં થયો વધારો

નવી દિલ્હી તા. ૧૩ : ભારત સરકાર માટે આજે િઆર્થક મોરચે સારા સમાચાર સામે આવ્યા છે. ફુગાવામાં ઘટાડો થયો છે. તો બીજી તરફ ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થયો છે. સ્ટેટિસ્ટિકસ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર ડીસેમ્બર, ૨૦૨૦માં ઇન્ડેકસ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડ્કશન (આઇઆઇપી) આધારિત ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧ ટકાનો વધારો થયો છે.

બીજી તરફ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જાન્યુઆરી, ૨૦૨૧માં કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેકસ આધારિત રીટેલ ફુગાવો ઘટીને ૪.૦૬ ટકા થયો છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર, ૨૦૨૦માં આઇઆઇપી આધારિત ઔૈદ્યોગિક ઉત્પાદનમાં ૧.૯ ટકાનો ઘટાડો થયો હતોે. જયારે ડીસેમ્બર, ૨૦૧૯માં ઔૈદ્યોગિક ઉત્પાદનમાં ૦.૪ ટકાનો ઘટાડો થયો હતો.

ડિસેમ્બર, ૨૦૨૦માં મેન્યુફેકચરિંગ સેકટરમાં ૧.૬ ટકાનો વધારો, માઇનિંગ સેકટરમાં ૪.૮ ટકાનો ઘટાડો, વીજ ઉત્પાદનમાં ૫.૧ ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે માર્ચ મહિનાથી ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે માર્ચમાં કોરોનાને પગલે ઔદ્યોગિક ઉત્પાદનમાં વિક્રમજનક ૧૮.૭ ટકાનો ઘટાડો થયો હતો.

જાન્યુઆરી, ૨૦૨૧માં શાકભાજીના ભાવ ઘટવાને કારણે ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, ૨૦૨૦માં સીપીઆઇ આધારિત ફુગાવો ૪.૫૯ ટકા હતો. જયારે જાન્યુઆરી, ૨૦૨૦માં ફુગાવો ૭.૬ ટકા હતો. જાન્યુઆરી, ૨૦૨૧માં ખાદ્યાન્ન વસ્તુઓનો ફુગાવો ૧.૮૯ ટકા રહ્યો છે. જે ડિસેમ્બર, ૨૦૨૦માં ૩.૪૧ ટકા હતો તેમ નેશનલ સ્ટેટિસ્ટિકસ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.

(11:19 am IST)