Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

શાહીનબાગ : સુપ્રીમ કોર્ટે પુનઃવિચાર અરજી નામંજૂર કરી

ધરણા ક્‍યારેય પણ ક્‍યાંય કરી શકાય નહી : કોર્ટ

નવી દિલ્‍હી તા. ૧૩ : સુપ્રીમ કોર્ટે શાહીન બાગ મામલે પુનર્વિચાર અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ઓક્‍ટોબર મહીનામાં આપેલા શાહીન બાગના નિર્ણયને યથાવત રાખ્‍યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ધરણા પ્રદર્શન લોકો પોતાની મરજીથી અને કોઇપણ જગ્‍યા પર ન કરી શકે. ધરણા પ્રદર્શન લોકશાહીનો એક ભાગ છે પરંતુ તેની પણ એક સીમા છે.

ગત વર્ષે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્‍યો હતો કે ધરણા પ્રદર્શન માટે જગ્‍યા નિશ્ચિત હોવી જોઇએ, જો કોઇ વ્‍યક્‍તિ અથવા સમૂહ (ગ્રુપ-જૂથ) તેની બહાર ધરણા પ્રદર્શન કરે છે તો તે નિયમ મુજબ તેમને દૂર કરવાનો અધિકાર પોલીસ પાસે છે. ધરણા પ્રદર્શનથી આમ જનતા પર કોઇ અસર ના પડવી જોઇએ. ધરણા માટે સાર્વજનિક સ્‍થાન પર કબ્‍જો ન કરી શકાય.

(12:52 pm IST)