Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ઋષી ગંગા નદી પર બન્‍યુ સરોવર

ફરી જળપ્રલયની આશંકાથી ભયભીત છે ચમોલીના લોકો

દેહરાદુનઃ ઉતરાખંડના ચમોલી જીલ્લામાં આપતી લાવનારી ઋષી ગંગા નદીના ઉપરના વિસ્‍તારમાં એક સરોવર બનવાથી આપતિગ્રસ્‍ત ચમોલીમાં ભયનું વાતાવરણ સર્જાયુ છે. સેટેલાઇટ દ્વારા મળેલી તસ્‍વીરોમાં આ નદીના ઉપરવાસમાં સરોવર બન્‍યુ હોવાની પુષ્‍ટી થયા પછી લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. મુખ્‍યપ્રધાન ત્રિવેન્‍દ્રમસિંહ રાવલે લોકોને સરોવર બાબતે ગભરાયા વગર સાવચેત રહેવા કહયું છે.

રાવતે જણાવ્‍યું કે સરોવર અંગે જાણવા મળ્‍યું છે અને અમે સેટેલાઇટની મદદથી તેના પર નજર રાખી રહયા છીએ. તેમણે કહયું કે આ સરોવર ૪૦૦ મીટર લાંબુ છેપણ તેની ઉંડાઇ બાબતે કોઇ અનુમાન નથી. તેમણે કહયું કે અત્‍યારે સરોવરની જે સ્‍થિતિ છે તે બાબતે સાવચેત રહેવાની જરૂર છે. ગભરાવાની જરૂર નથી. ઉતરાખંડના વૈજ્ઞાનીકોને ઋષીગંગા નદીની ૬ કિલોમીટર ઉપર એક સરોવર મળ્‍યું છે પણ હજુ સુધી એ ખબર નથી મળી કે તેનાથી નીચેના વિસ્‍તારોની વસ્‍તી પર કોઇ જોખમ છે કે નહી.

આ સરોવરની ભાળ મેળવનાર ઇન્‍સ્‍ટીટયુટ ઓફ હિમાલયન જીઓલોજીના ડાયરેકટર કલાચંદ સાઇએ જણાવ્‍યું કે આ સંસ્‍થાના વૈજ્ઞાનીકોની એક ટીમે રવિવારે આવેલ આપતીના પછીના દિવસે ઋષીગંગાના ઉપરના વિસ્‍તારના હવાઇ નીરીક્ષણ દરમ્‍યાન ત્‍યાં એક સરોવર જોયું હતું. તેમણે કહયું કે આ સરોવરનું નિર્માણ સંભવતઃ હાલમાં થયેલ હિમસ્‍ખલનના કારણે થયું હશે તેમણે કહયું કે અમારા વૈજ્ઞાનીકો સરોવરના આકાર, તેની પરીમીતી અને તેમાં રહેલ પાણીના જથ્‍થા અંગે પરીક્ષણ કરી રહયા છે જેથી જાણી શકાય કે જોખમ કેટલુ મોટુ છે અને કેટલું જદિી આવશે.

તો ચમોલીના કલેકટર સ્‍વાતી ભદૌરીયાએ જણાવ્‍યું કે સરોવરના નીરીક્ષણ માટે ભારતીય ભુગર્ભ સર્વેક્ષણની એક આઠ સભ્‍યોની ટીમની રચના કરાઇ છે. આ ટીમ ઋષિગંગાના ઉપરના વિસ્‍તારનું નીરીક્ષણ કરીને જીલ્લા પ્રશાસનને તાત્‍કાલીક પોતાનો રિપોર્ટ આપશે. આ દરમિયાન ઋષીગંગાના જળ સ્‍તર થઇ રહેલી વધઘટને જોતા ચમોલી જીલ્લા પ્રશાસને ચેતવણી જાહેર કરી દીધી છે અને સુર્યાસ્‍ત પછી લોકોને નદી કિનારે ન જવાની સલાહ આપી છે.

(12:56 pm IST)