Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ચીનના વલણના લીધે ભારતનો વિશ્વાસ તૂટ્યો : સેનાના પ્રમુખ જનરલ નરવણે

સેનાની નજર પરિવર્તનો પર છે અને સેનાના અધિકારી આને લઈને સતર્ક છે.

નવી દિલ્હી : ભારતની સેનાના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ કહ્યું છે કે, એક્ચ્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ (એલએસી) એટલે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનના વધતા હસ્તક્ષેપ અને યથાસ્થિતિમાં એકતરફી પરિવર્તનની કોશિશોના કારણે બંને દેશોની સેનામાં ટકરાવ થયો. જનરલ નવરણેએ કહ્યું કે, ચીનના વલણના કારણે ભારતનો વિશ્વાસ તૂટ્યો છે

છપાયેલા રિપોર્ટ અનુસાર દેશના પૂર્વાત્તર વિસ્તારમાં વધતી સુરક્ષા ચિંતાઓને લઈને આયોજિક કાર્યક્રમમાં જનરલ નરવણેએ કહ્યું કે, આ વિસ્તારની ક્ષેત્રીય અને આંતરિક સુરક્ષા જોડાયેલી છે. અસમ રાઈફલ્સ અને યૂનાઈટેડ સર્વિસે ઈન્સ્ટિટ્યુશનના વાર્ષિક સેમીનાર દરમિયાન આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અવસર પર સેના પ્રમુખે કહ્યું કે, પારંપરિક રીતે નેપાળ ભારતનો સહયોગી રહ્યો છે પરંતુ દરેક સમયે ત્યાં ચીની રોકાણ વધ્યું છે. જ્યારે ભૂતાન આ દિશામાં સાવધાનીપૂર્વક પગલાઓ ભરી રહ્યું છે અને બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધ મજબૂત થયા છે

નરવણેએ કહ્યું કે, ત્રણેય દેશોના સમીકરણની અસર પૂર્વોત્તર પર પડી રહી છે અને સેનાની નજર આ પરિવર્તનો પર છે અને સેનાના અધિકારી આને લઈને સતર્કછે 

(12:57 pm IST)