Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ચા સાથે સિગારેટ પીવાની ટેવ ધરાવતા લોકો ચેતી જજો : જીવલેણ કેન્સરની થવાની સંભાવના વધે છે

આ ટેવ ખૂબ જ ખરાબ છે અને તેના ઘણા ગંભીર પરિણામ આવી શકે

નવી દિલ્હી ; ચા ના શોખીન ઘરે ઘરે જોવા મળે છે. ઘણા લોકો દિવસ દરમિયાન 10-10 કપ ચા પીતા હોય છે. વધુ ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ ઉપરાંત ચા સાથે આ એક બીજી આદત તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

હા ઘણા લોકોને સિગારેટ પીવાની ટેવ હોય છે. અને ઘણા ચા સાથે સિગારેટ પિતા હોય છે. આ ટેવ ખૂબ જ ખરાબ છે અને તેના ઘણા ગંભીર પરિણામ આવી શકે છે. તેમજ ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચા સાથે સિગારેટ પીવાથી કેન્સર થવાની સંભાવના વધી જાય છે. એમ કહેવાય છે કે કેન્સરની સંભાવના 30 ટકા વધી જાય છે.

ચામાં અનેક ટોકસીક હોય છે. જે ખૂબ જ જોખમી છે. આનાથી કેન્સર જેવા જીવલેણ રોગ થઈ શકે છે. આ કારણે ભૂલથી પણ ચા સાથે સિગારેટ ના પીવી જોઈએ.

એક સંશોધન અનુસાર અહેવાલ આવ્યા છે કે ગ્રીન ટી સાથે ધૂમ્રપાન કરવાથી લોકોમાં ચિંતા એટલે કે એન્ઝાઈટી ઘટી છે. જેનું કારણ છે કે ન્યુરોટ્રાન્સમીટર રીસેપ્ટર. તેમાં મળતો એલ-થિનાઇન નામનો એમિનો એસિડ ચિંતા ઘટાડવામાં મદદ કરે છે. એલ થાઇનાઇન મેમરી, ધ્યાન અને એકાગ્રતા વધારવામાં પણ મદદ કરે છે. ગ્રીન ટી શરીરની મેટાબોલીઝમ વધારે છે અને ચરબી ઓગાળે છે. જેના પરિણામે વજન ઓછું થાય છે.

(1:30 pm IST)