Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

મોદી હોય કે મનમોહન : વડાપ્રધાનનું અપમાન કરે છે રાહુલ ગાંધી

સંસદમાં નાણામંત્રીએ બજેટ પર થયેલી ચર્ચા અંગે જવાબ આપ્યો : રિફોર્મથી ખુલશે ટોપ ઇકોનોમી બનવાનો માર્ગ : દરેક રાજ્યોમાં 'જમાઇ'ને જ મળતી હતી જમીન : કોંગ્રેસ પર સાધ્યું નિશાન

નવી દિલ્હી તા. ૧૩ : લોકસભામાં બજેટ સત્ર દરમિયાન ચર્ચા કરીને નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યું કે, મહામારીની સ્થિતિમાં પણ સરકારે પ્રોત્સાહન અને સુધાર જેવા કાર્ય કર્યા છે. નાણામંત્રીએ કહ્યું કે, મહામારી જેવી પડકારજનક સ્થિતિ સરકારને આ દેશમાં દીર્ધકાલિક વિકાસને બનાવી રાખવા માટે આવશ્યક સુધારા પર નિર્ણય લેવાથી રોકી શકે નહિ.

કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને રાજયસભામાં વર્ષ ૨૦૨૧-૨૨ માટેનાં બજેટ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો. તેમણે દાવ કર્યો હતો કે સરકારનું બજેટ અમીરો માટે નહીં પણ ગરીબો માટે છે. બજેટ મૂડીવાદીઓનાં હિતો સંતોષે છે અને આમ આદમી માટે બજેટમાં કશું નથી તેવા વિપક્ષોનાં આક્ષેપો તેમણે ફગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે વિપક્ષો દ્વારા બજેટ અંગે લોકોમાં ગેરસમજ ફેલાવવામાં આવે છે.

બજેટમાં આત્મનિર્ભર ભારતનો સરકારનો ઇરાદો પ્રતિબિંબિત થાય છે. કોરોનાને કારણે આખા વિશ્વમાં ઇકોનોમીને માઠી અસર થઈ છે ત્યારે સરકાર દ્વારા બજેટમાં લાંબાગાળે સાતત્યપૂર્ણ વિકાસ અને ટૂંકાગાળે સમસ્યાઓનાં ઉકેલ માટેનાં પગલાં લેવામાં આવ્યાં છે. વેપારધંધાને સરળ બનાવવા પણ પગલાં લેવાયાં છે. બજેટમાં વિકાસ અને ગ્રોથ તેમજ સુધારા પર ભાર મૂકવામાં આવ્યો છે. દેશને આત્મનિર્ભર બનાવતા પગલાં લેવાયાં છે. તેણે જણાવ્યું હતું કે, દેશનાં ૯ કરોડ ખેડૂતોને પીએમ ફસલ વીમા યોજનાના લાભ અપાયા છે, ૧૧ કરોડ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બેન્ક ખાતામાં સીધી રકમ જમા કરાઈ છે.

બજેટની ચર્ચા વખતે વિપક્ષોએ આક્ષેપ કર્યો હતો કે સામાન્ય અંદાજપત્રમાં મૂડીવાદીઓનાં હિતો સંતોષવામાં આવ્યા છે. જેને કારણે અમીરો વધુ અમીર થશે. આમ આદમી માટે બજેટમાં કશું નથી. ચર્ચામાં કોંગ્રેસ, બસપા, આપ, ડાબેરીઓએ ભાગ લીધો હતો. વિપક્ષોએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ દ્વારા સરકારી જાહેર સાહસો અને સરકારી મિલકતો વેચવામાં આવી રહી છે અને જાહેર સાહસો મોટા ઉદ્યોગપતિઓને વેચવામાં આવી રહ્યા છે.

પીએમ સ્વનિધિ યોજનાનો ઉલ્લેખ કરતા નિર્મલા સીતારમણે કહ્યું કે જે લોકો અમારી પર કડક થઇને ડીલ કરવાનો આરોપ લગાવે છે તેમને કહેવા માગુ છુ કે સ્વનીધી યોજનાના રુપિયા ક્રોનીજોને જતા નથી. જમાઇને એવા રાજયમાં જમીન મળે છે જયાં પહેલા કોઇ પક્ષનું શાસન ચાલ્યા કરતા હતું. રાજસ્થાન...હરિયાણામાં કયારેક એવું થતું હતું.

કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પીએમ સ્વનિધિ યોજનાથી ગરીબોને ફયદ થયો છે. અમે તેઓ માટે કામ કરીએ છીએ....કોઇ જમાઇ માટે કામ નથી કરતાં.

 કોંગ્રેસ પર હલ્લાબોલ કરતા કહ્યું કે શશી થરુર અહી ઉપસ્થિત છે. કેરળમાં જયારે તેમની પાર્ટીની સરકાર હતી તો તે લોકોએ એક ક્રોનીને અહીં બોલાવ્યો હતો. ન કોઇ ટેન્ડર અને ના કાંઇ વધુ આ લોકો અમને કટ્ટર મૂડીવાદી કહે છે? એવું એટલા માટે કે કેરળમાં કોઇ જમાઇ નથી રહેતું.. જમાઇ અહી રહે છે. નાણા મંત્રીએ કહ્યું અમારી જનતા જ અમારી છે, જેઓને સરકાર મકાન મળે છે, સ્વનિધિ યોજના નો ફાયદો થાય છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનુભવ પર આધારિત છે. જયારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે ૧૯૯૧માં પછી લાઇસેંસ અને કોટા રાજ જઇ રહ્યું હતુ આ દરમિયાન ગુજરાતમાં કેટલાક કામ થઇ રહ્યાં હતા અને તેના અનુભવના આધારે પોતાના રિફોર્મ્સને આ બજેટમાં સામેલ કરવામાં આવ્યું.

લોકસભામાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ બજેટ દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી આપનાર છે. સીતારમણે કહ્યું કે મહામારી હોવા છતા દેશ આત્મનિર્ભર બનશે. નાણા મંત્રી એ કહ્યું કે બજેટમાં જે રિફોર્મ્સનું પ્રાવધાન કરવામાં આવ્યું તેના કારણે ભારતનું દુનિયાની ટોપ ઇકોનોમી બનવાનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો.

નિર્મલા સિતારમણે કહ્યું કે આ બજેટમાં મહામારીના કારણે અવસર માટે શોધ કરવામાં આવી. મહામારી જેવો પડકાર પણ સરકારના રિફોર્મ્સ પર પગલુ ભરવાથી રોકી ના શકી. જે દેશના લાંબા સમયના વિકાસ માટે જરૂરી હતો.

બજેટ પર ચર્ચા પરનો જવાબ આપતો નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે દુનિયાના ઘણા દેશોમાં જયાં કોરોના ફરી પોતાનો કહેર બતાવી રહ્યો છે ત્યારે ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે કોરોનાને હરાવ્યો. તેમણે કહ્યું કે ભારતમાં કોરોના પર કંટ્રોલનું કારણ ઇકોનોમીની ગતિ વધી અને આપણે પ્રધાનમંત્રી મોદીના લક્ષ્ય આત્મનિર્ભર ભારત તરફ પગલું આગળ વધ્યું છે.

(2:48 pm IST)