Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

૩૦-૩૫ વર્ષથી મારા કુટુંબમાંથી કોઇ નથી બન્યું વડાપ્રધાન : વંશવાદના સવાલનો રાહુલે આપ્યો જવાબ

નવી દિલ્હી :  કોંગ્રેસના ભુતપુર્વ પ્રમુખ રાહુલગાંધીએ વંશવાદના સવાલ પર શુક્રવારે કહ્યુ કે, છેલ્લા ૩૦-૩૫ વર્ષથી તેના પરિવારમાં કોઇ વડાપ્રધાન નથી બન્યું અને કોંગ્રેસની સરકારમાં પણ તેના પરિવારની કોઇ વ્યકિત સામેલ નથી થઇ. તેમણે શિકાગો યુનિવર્સીટીના પ્રોફેસર દિપેશ ચક્રવર્તી સાથે ડીજીટલ વાર્તાલાપ દરમિયાન ઘણા મુદ્દાઓ પર વાતચીત કરી હતી અને વડાપ્રધાન મોદી પર સપનાઓ વેચવાનો આક્ષેપ કર્યો હતો.

તેમણે કહ્યુ કે હું કેટલાક મુલ્યો માટે લડુ છુ. તમે એમ ન કહી શકો કે હું રાજીવગાંધીનો પુત્ર હોવાથી હું આ મુલ્યો માટે ન લડી શકું. લોકશાહી સાથે સંકળાયેલ સવાલ પર તેમણે કહ્યુ કે, આધુનીક યુગમાં મહાત્મા ગાંધી, બી.આર.આંબેડકર, જવાહરલાલ નહેરૂ અને મૌલાના આઝાદે ભારતીય લોકશાહી કયા પ્રકારની હોવી જોઇએ તે બાબતે કેટલાક વિચાર આપ્યા હતા.

કિશાન આંદોલનનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે, વડાપ્રધાન કેટલાક ઉદ્યોગપતિઓના ફાયદા માટે આ કાયદો લાવ્યા છે.

(3:33 pm IST)