Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

છૂટાછેડા અંગે તમામ કોમ માટે સમાન કાયદો રાખવા વિરુદ્ધ AIMPLB ની સુપ્રીમ કોર્ટમાં પિટિશન : ભાજપ અગ્રણી એડવોકેટ અશ્વિનીકુમાર ઉપાધ્યાયે સમાન કાયદા માટે કરેલી અરજી બંધારણના ભંગ સમાન હોવાનું મંતવ્ય

ન્યુદિલ્હી : ભાજપ અગ્રણી તથા એડવોકેટ અશ્વિનીકુમાર  ઉપાધ્યાયએ ડિસેમ્બર માસમાં સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી.જે મુજબ દેશમાં વસતા તમામ કોમના લોકો માટે છૂટાછેડાનો કાયદો સમાન હોવો જોઈએ.હાલમાં હિન્દૂ ,મુસ્લિમ ,પારસી ,ખ્રિસ્તી ,સહિતની કોમો માટે જુદા જુદા કાયદા છે.જે બંધારણના ભંગ સમાન છે. આઝાદીના 73 વર્ષ પછી પણ છૂટાછેડાની પ્રક્રિયા અટપટી અને ભેદભાવભરી છે. જેના અનુસંધાને નામદાર કોર્ટએ કેન્દ્ર સરકારનો ખુલાસો માંગ્યો છે.તથા નાત ,જાત ,કે ધર્મના ભેદભાવ વિના સમાન યુનિફોર્મ કોડ રાખવા અનુરોધ કર્યો છે.

દરમિયાન ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ( AIMPLB )  એ અશ્વિનીકુમારની પિટિશન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી છે.જે મુજબ  હિન્દુઓ વચ્ચે પણ લગ્ન અને છૂટાછેડાને લગતા કાયદા સમાન નથી અને તેથી  કાયદા દ્વારા રિવાજો અને રીતોને સુરક્ષિત રાખવામાં આવ્યા  છે.તે મુજબ તમામ કોમને અધિકાર આપવો જોઈએ.તેવું ધ.ટ્રી .દ્વારા જાણવા મળે છે.

(8:01 pm IST)