Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

વિશ્વમાં વાહનોની સંખ્યામાં માત્ર એક ટકા જેટલી સંખ્યા ધરાવતા ભારત દેશમાં રોડ અકસ્માતથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા 10 ટકા : વર્લ્ડ બેંક નો અહેવાલ

ન્યુદિલ્હી : તાજેતરમાં વર્લ્ડ બેન્કના સાઉથ એશિયા ડિપાર્ટમેન્ટના વાઇસ પ્રેસિડન્ટ હાર્ટવીંગ સ્કેફરે આપેલા છેલ્લા અહેવાલ મુજબ વિશ્વના વાહનોની સંખ્યામાં માત્ર એક ટકા જેટલી સંખ્યા ધરાવતા ભારત દેશમાં રોડ અકસ્માતથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા 10 ટકા છે.જે માત્ર ભારત દેશમાં જ બની શકે.

જોકે તેમણે જણાવ્યું  હતું કે તેમછતાં ભારત સરકારે તાજેતરમાં લીધેલા રોડ સેફટીના પગલાં ચોક્કસ નોંધપાત્ર છે.પરંતુ કમનસીબે રોડ અકસ્માતોની સંખ્યા 10 ટકાથી નીચે જતી નથી.એટલું જ નહીં અકસ્માતનો ભોગ બનવામાં પગે ચાલીને જનારા અથવા નિર્બળ અને નિસહાય લોકોની સંખ્યા વધુ જોવા મળી છે.તામિલનાડુ ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં રોડ અકસ્માતની સંખ્યામાં 25 ટકા ઘટાડો નોંધાયો છે.
તેમના મતે ભારતમાં રસ્તાઓ સલામત બનાવવા જોઈએ તથા હાઇવે ઉપર પ્રાથમિક આરોગ્ય સુવિધા વધારવી જોઈએ તેવું ધ.ટ્રી.દ્વારા જાણવા મળે છે.

(8:29 pm IST)