Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ઉત્તરાખંડના ૩૮૫ ગામો પર જોખમથી ખસેડવાની સ્થિતિ

ગ્લેશિયર ફાટ્યાની તારાજી બાદ પણ ખતરો : રાજ્યમાં સૌથી વધુ પિથોરગઢના ૧૨૯ ગામોને રિલોકેટ કરવા પડે એમ છે, પ ગામો માટે ૨.૩૮ કરોડ ફાળવાયા

દેહરાદૂન, તા. ૧૩ : ગ્લેશિયર ફાટ્યાની ઘટના બાદ થયેલી પારાવાર તારાજી બાદ પણ ઉત્તરાખંડના સેંકડો ગામો પર હજુય મોટો ખતરો તોળાઈ રહ્યો છે. અગાઉના એક સ્ટડી રિપોર્ટ અનુસાર, રાજ્યના ૩૮૫ ગામો પર જોખમ છે, અને તેમને શિફ્ટ કરવાનો ખર્ચો દસ હજાર કરોડ રુપિયાની આસપાસ થાય તેવો અંદાજ છે. બીજી તરફ, રાજ્યના સીએમ ત્રિવેનદ્રસિંહ રાવતે ગુરુવારે પાંચ ગામોને રિલોકેટ કરવા માટે .૩૮ કરોડ રુપિયા ફાળવ્યા છે.

ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના ૧૨૯, ઉત્તરાકાશીના ૬૨, ચમોલીના ૬૧, બાગેશ્વર જિલ્લાના ૪૨, તેહરીના ૩૩, પૌરીના ૨૬ અને રુદ્રપ્રયાગ જિલ્લાના ૧૪, ચંપાવતના ૧૦, અલમોરાના નવ, નૈનિતાલના , દહેરાદુનના બે અને ઉધમ સિંઘ નગરના એક ગામને રિલોકેટ કરવા પડે તેવી સ્થિતિ છે, કારણકે ગામો એક પ્રકારે ટાઈમ બોમ્બ પર બેઠા છે.

ગુરુવારે સરકારે તેહરી, ચમોલ, ઉત્તરાકાશી અને બાગેશ્વર જિલ્લાના કુલ પાંચ ગામોને શિફ્ટ કરવા માટે આદેશ બહાર પાડ્યો હતો. જેમાં ગામ છોડીને જનારા લોકો માટે નવી જગ્યાએ ઘર બનાવવા, ગૌશાળા બનાવવા તેમજ તેમને રિલોકેશન અલાઉન્સ આપવાના ખર્ચનો સમાવેશ થાય છે. દેવભૂમિ તરીકે ઓળખાતા રાજ્યમાં ગયા સપ્તાહે બનેલી દુર્ઘટના બાદ જોખમી વિસ્તારોમાં આવેલા ગામોને રિલોકેટ કરવાની ચર્ચાઓએ ફરી જોર પકડ્યું છે. મામલે પૂર્વ સીએમ હરીશ રાવત હાલના સીએમને મળ્યા હતા અને જોખમ ધરાવતા ગામોને સલામત સ્થળે રિલોકેટ કરવા માટે તેમને અપીલ કરી હતી. જુલાઈ ૨૦૨૦માં થયેલા ભૂસ્ખલનમાં સુનસાયરીના ધાપા ગામમાં મકાનો અને કેટલાક ખેતરો દબાઈ ગયા હતા. તે ઘટનામાં કોઈનો જીવ તો નહોતો ગયો, પરંતુ ગામના ૧૩૬માંથી ૫૨ પરિવારો તેનાથી પ્રભાવિત થયા હતા.

(8:50 pm IST)