Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ટેક્સીમાં બાળકીને અડપલાં કરનાર આધેડને ૫ વર્ષની કેદ

વૃદ્ધે ૧૦ વર્ષની છોકરીને છેડતી કરી હતી : છોકરીએ તેની મમ્મીને જેમના ખોળામાં બેઠી હતી તે વ્યક્તિએ તેની સાથે ગંદી હરકત કરી હોવાની જાણ કરી

મુંબઈ, તા. ૧૩ : એક શેરિંગ ટેક્સીમાં મુસાફરી કરતી વખતે ૧૦ વર્ષની છોકરીને ખોળામાં બેસાડી અડપલાં કરવા બદલ ૫૦ વર્ષના એક આધેડને કોર્ટે વર્ષની જેલની સજા ફટકારી છે. ઘટના બની ત્યારે તરત છોકરીએ તેની મમ્મીને કહ્યું હતું કે તે જેમના ખોળામાં બેઠી હતી તે વ્યક્તિે તેની સાથે ગંદી હરકત કરી હતી. છોકરીની માતાએ મામલે તરત પોલીસનો સંપર્ક કરતાં અડપલાં કરનારાને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની સામે કેસ ચાલી જતાં તેને પાંચ વર્ષની સજા થઈ હતી.

ઘટનામાં બાળકી અને તેની માતા મુંબઈના છત્રપતિ શિવાજી સ્ટેશનથી કોલાબા સુધી શેરિંગ ટેક્સીમાં મુસાફરી કરતાં હતાં. તે દરમિયાન કેબમાં સવાર એક વ્યક્તિએ તેમાં જગ્યા ના હોવાથી છોકરીને પોતાના ખોળામાં બેસાડી લીધી હતી. જોકે, દરમિયાન તેણે બાળકીને અડપલાં કરવાનું શરુ કર્યું હતું. ૧૦ વર્ષની છોકરી તેની સાથે અજૂગતું થઈ રહ્યું છે તેનો આભાસ થતાં ડરી ગઈ હતી.

આરોપી ઘરઘાટી તરીકે કામ કરે છે. છોકરી અને તેની માતા કેબમાંથી ઉતર્યા તે વખતે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, પોલીસ ભલે કેસમાં ટેક્સીના ડ્રાઈવરને ના પકડી શકી હોય, પરંતુ બાળકીની જુબાની આરોપીને ગુનેગાર કરાર આપવા તેમજ તેને સજા ફટકારવા માટે પૂરતી છે. છોકરીની સતામણી કરનારા મોહમ્મદ અહમદને સ્પેશિયલ પોક્સો જજે પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી.

સજા ફટકારતા જજે જણાવ્યું હતું કે આરોપીની ઉંમર, તેનો બિનગુનાઈત ભૂતકાળ તેમજ તેની સામાજીક જવાબદારીઓ અને તેણે કરેલા ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તેને પોક્સો હેઠળ ઓછામાં ઓછી વર્ષની સજા અને દસ હજાર રુપિયાનો દંડ કરવામાં આવે છે. ઘટના ૨૫ માર્ચ ૨૦૧૮ના રોજ બની હતી. બાળકી કેબની આગળની સીટમાં હતી, જ્યારે તેની મમ્મી અને આન્ટી પાછળ બેઠા હતા. કેબ રસ્તામાં હતી ત્યારે આરોપી વચ્ચેથી તેમાં ચઢ્યો હતો. તે વખતે બાળકીને તેની મમ્મીએ પાછળ બોલાવી હતી, પરંતુ ત્યારે આરોપીએ તેને ખોળામાં બેસાડી લેવાની વાત કરી હતી. કેબ જ્યારે કોલાબા પહોંચી ત્યારે છોકરી અચાનક રડવા લાગી હતી. છોકરીએ તેના રડવાનું કારણ પૂછ્યું તો તેણે પોતાને ખોળામાં બેસાડનારા શખ્સે ગંદા અડપલાં કર્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ત્યાં હોબાળો થઈ જતાં લોકોએ આરોપીને પકડીને પોલીસને સોંપી દીધો હતો. કેસમાં સાક્ષી તરીકે બાળકી, તેની માતા અને આન્ટીએ કોર્ટમાં જુબાની આપી હતી.

(8:50 pm IST)