Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ખેડૂત રેલીમાં ભાગ લેનાર ૧૬ ખેડૂતોનો કોઈ પત્તો નથી:ખોટી ફરિયાદો દાખલ કરી ફસાવવામાં આવે છે: ગંભીર આક્ષેપો

ત્રણ નવા ખેડૂત કાયદાઓ સામે ચાલી રહેલા આંદોલનનું નેતૃત્વ કરી રહેલ સંયુક્ત કિસાન મોરચાએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે ખેડૂતોને બનાવટી કેસોમાં ફસાવવામાં આવે છે. પત્રકાર પરિષદમાં એવો દાવો કરેલ છે કે ટ્રેક્ટર માર્ચમાં ભાગ લેનાર ૧૬ ખેડૂતોનો કોઈ પત્તો નથી. ૧૪ એફઆઈઆર દાખલ કરી દિલ્હી પોલીસે ૧૨૨ ખેડૂતોને જેલમાં પૂરી દીધા છે. કિસાનોને બનાવટી કેસોમાં ફસાવી તેમના ઉપર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. જે પણ ખેડૂતો વિરુદ્ધ કેસ દાખલ કરાયા છે તેનો બધો જ ખર્ચ સંયુક્ત કિસાન મોરચો ભોગવશે.

(8:56 pm IST)