Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

જાપાનમાં 7.1ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ સુનામીની કોઈ ચેતવણી નહીં

કેન્દ્ર ફુકુશિમાની પાસે પ્રશાંત મહાસાગરમાં 54 કિલોમીટર ઊંડે

જાપાનના પૂર્વ દરિયાઈ તટે શનિવારે જબરદસ્ત ભૂકંપ આવ્યો અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 માપવામાં આવી છે. જોકે, હજી સુધી સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

એએફપી સમાચાર સંસ્થાએ કહ્યુંકે અમેરિકા અને જાપાનના વહીવટી તંત્ર દ્વારા સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી નથી.

અમેરિકાની એજન્સી યુએસજીએસ મુજબ આ ભૂકંપનું કેન્દ્ર ફુકુશિમાની પાસે પ્રશાંત મહાસાગરમાં 54 કિલોમીટર ઊંડે હતું.

વર્ષ 2011માં ફુકુશિમામાં આવેલા ભયંકર ભૂકંપને પગલે સુનામી આવી હતી અને એ આપદામાં 18 હજારથી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા.

(9:06 pm IST)