Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

સોમાલિયામાં રાષ્ટ્રપતિ ભવન બહાર વાહનમાં પ્રચંડ વિસ્ફોટ : એકનું મોત,:સાત લોકો ઘાયલ

વાહનમાં જોરદાર ધમાકો થવાથી એક આત્મઘાતી હુમલાવરનું મોત

સોમાલિયાની રાજધાની મોંગાડિસુમાં એક વાહનમાં જોરદાર ધમાકો થવાથી એક આત્મઘાતી હુમલાવરનું મોત નીપજ્યું છે અને સાત નાગરિકો ઘાયલ થયા છે. આ માહિતી પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.

પોલીસ પ્રવક્તા સાદીક અલી અદને જણાવ્યું હતું કે, વાહનચાલકે શનિવારે વાહન રોકવાના આદેશનું ઉલ્લંઘન કર્યું હતું. ત્યાર બાદ પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો જ્યારે આ ગોળીબારમાં બચવા માટે રાહદારીઓ આમ તેમ ભાગ્યા હતા. તે દરમિયાન એક મોટો ધડાકો થયો અને તે વિસ્ફોટમાં એક ડઝનથી વધારે વાહનો નષ્ટ થયા છે.

આ નવીનતમ બોમ્બ વિસ્ફોટ એવા સમયે થયો છે જ્યારે સોમાલિયાના નેતા ઓમાં દેશમાં ચૂંટણી કેવી રીતે કરાવવી તે બાબતે વિચારણા ચાલી રહી છે. એક ચર્ચા એવી પણ થઈ રહી છે કે રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલાહી મોહમ્મદ જનાદેશથી વધુ સમય સુધી સત્તા પર રહ્યા છે, અને તેઓ બીજાં ચાર વર્ષનો કાર્યકાળ ઈચ્છે છે. ચૂંટણીને લઈને વધુ ચર્ચા સોમવારે કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સોમાલિયામાં અલકાયદા સાથે જોડાયેલ અલ સબ્બાબ આંતકવાદી સમૂહ અનેકવાર મોંગાડિશુના મહત્ત્વપૂર્ણ ક્ષેત્રને લક્ષિત કરે છે અને ચૂંટણીને ટાર્ગેટ કરવાની અવારનવાર ધમકી પણ આપવામાં આવી છે.

(9:07 pm IST)