Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ઓક્સફોર્ડ યુનિવર્સિટી હવે બાળકો પર કોરોના વેક્સિનનું પરીક્ષણ કરશે

૬થી ૧૭ વર્ષના ૩૦૦ બાળકોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ

નવી દિલ્હી : ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રથમ વખત બાળકો પર કોરોના વેક્સિનનું પરીક્ષણ કરશે.આ માટે અત્યારે ૬થી ૧૭ વર્ષના ૩૦૦ બાળકોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધકો પ્રથમ વખત બાળકો માટે અલગ કોરોના વેક્સિન બનાવી રહ્યા છે અને તેનું પરીક્ષણ હાથ ધરવાના છે. અત્યારે જે વેક્સિન ઉપલબ્ધ બની છે તે ૧૮ વર્ષની વધુ વયના લોકોને જ અપાઈ રહી છે. બાળકો માટે વેક્સિન હજુ સુધી ઉપલબ્ધ બની નથી.
દુનિયાભરમાં પુખ્તવયના લોકોને કોરોનાથી રક્ષણ મળે તે માટે વેક્સિનેશન શરૃ થયું છે ત્યારે હવે બાળકો માટે થોડા ફેરફાર સાથેની રસી પણ મંજૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
ઓક્સફોર્ડના અધિકારી એન્ડ્રુ પોલાર્ડે જણાવ્યું હતું કે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધુ સારી હોવાથી તે કોરોનામાં ગંભીર રીતે સપડાતા નથી, તેમ છતાં તેમની રોગપ્રતિકારક શક્તિ વિકસે તે માટે વેક્સિનેશન આપવું જરૃરી છે. બાળકોની રોગપ્રતિકારક શક્તિને ધ્યાનમાં રાખીને એવી જ વેક્સિન બનાવાશે. ટીકાકરણથી તેમને ભવિષ્યમાં પણ કોરોનાનો ડર રહેશે નહીં. તેમના ભવિષ્યના જોખમને દૂર કરવા માટે અત્યારથી રસીકરણ કરવું હિતાવહ છે.
એ માટે ઓક્સફોર્ડ ૩૦૦ બાળકોને પસંદ કરશે. ૬થી ૧૭ની વયજૂથના આ બાળકો પર પરીક્ષણ કરાશે. આ પરીક્ષણ ક્યારે શરૃ થશે તે બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ ન હતી.

(11:22 pm IST)