Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

વૃદ્ધ મા-બાપની દેખરેખ નહીં રાખનારા ચેતજો : કર્મચારીઓના પગારમાં મુકાયો 30 ટકાનો કાપ

મહારાષ્ટ્રની લાતૂર જિલ્લા પરિષદે સાત કર્મચારીઓના વેતન કાપ્યા

મુંબઈ : વૃદ્ધ મા-બાપની દેખરેખ નહીં રાખનારા કર્મચારીઓનું હવે આવી બનશે.મહારાષ્ટ્રની લાતૂર જિલ્લા પરિષદે પોતાના વૃદ્ધ માતા-પિતાની દેખરેખ નહીં રાખવા બદલ સાત કર્મચારીઓના વેતનમાં 30 ટકા કાપ મુકી દીધો હતો. પરિષદના અધ્યક્ષ રાહુલ બોંદ્રેએ આ પ્રકારની જાણકારી આપી હતી.

તેમણે જણાવ્યુ હતું કે, 12 કર્મચારીઓ વિરુદ્ધ તેમના માતા-પિતાની ઉપેક્ષા કરવાની ફરિયાદ મળી હતી. જેમાંથી છ કર્મચારી અધ્યાપક છે. તેમણે જણાવ્યુ હતું કે, કાપ મુકાયેલો આ પગાર તેમના માતા-પિતાના ખાતામાં ટ્રાંસફર કરવામાં આવશે.

ગત વર્ષે નવેમ્બરમાં લાતૂર જિલ્લા પરિષદની મહાસભમાં પોતાના માતા-પિતાની દેખરેખ નહીં કરનારા કર્મચારીઓના વેતનમાં 30 ટકાનો કાપ મુકવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. આ દોષિ કર્મચારીઓનો માસિક વેતન કાપ ડિસેમ્બર 2020થી શરૂ થઈ ગયો છે. તેમણે કહ્યુ હતું કે, આવી રીતે 30 ટકા પગાર કાપ મતલબ 15000 રૂપિયા દર મહિને આ કર્મચારીઓના ખાતામાંથી કપાઈ જશે. આ મામલે કર્મચારીઓ સાથે બેસીને સમસ્યાનું હલ કાઢવામાં આવ્યુ છે.

(11:34 pm IST)