Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ની મોટી જીત : 6 જાન્યુઆરીએ અમેરિકાના કેપિટલ હિલમાં હિંસા ભડકાવવાના આરોપમાં સેનેટ દ્વારા નિર્દોષ જાહેર : સેનેટમાં મહાભિયોગ પ્રસ્તાવમાં બે-તૃતીયાંશ બહુમતી ન મળી

વોશિંગટન : અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 6 જાન્યુઆરીએ કેપિટલ હિલમાં હિંસા ભડકાવવાના આરોપમાં સેનેટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 

આ અગાઉ શનિવારે સેનેટે શનિવારે ટ્રમ્પ સામે બીજી વખત લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવ અંગે મતદાન પૂર્ણ કર્યું હતું. 

57 સેનેટરોએ તેમને મતદાનમાં દોષી ઠેરવ્યા હતા જ્યારે 43 સેનેટરોએ તેમને દોષી ઠેરવ્યા નથી.  આવી સ્થિતિમાં સેનેટને ટ્રમ્પને દોષી ઠેરવવા બે-તૃતીયાંશ બહુમતી મળી ન હતી.

(3:42 am IST)