Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

યુરોપીયન દેશોનો મૃત્યુઆંક ૧૦ લાખ ઉપર

યુરોપમાં કોરોના વાયરસની ત્રીજી લહેર શરૂ

ઇટાલી -જર્મની -પોલેન્ડ -બેલ્જીયમમાં નવા કેસોનો રાફડો ફાટ્યો : દર ૧૨ મિનિટે ૧ દર્દી ICUમાં

લંડન,તા. ૧૩: દુનિયાભરમાં ગત એક વર્ષમાં વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર ચાલું છે. મહારમારીનો સૌથી વધારે માર યુરોપીયન દેશોને પડ્યો છે. કોરોના વાયરસના એક વર્ષ થયા બાદ યુરોપમાં કોરોનાની ત્રીજી લહેરે દેખા દીધી છે. યુરોપીયન દેશ ઈટલી, ફ્રાન્સ, જર્મની, પોલેન્ડ અને બેલ્જિયમ સહિત યુરોપમાં કોરોનાના નવા મામલા ઝડપથી વધી રહ્યા છે. આ દેશોમાં આ સમયે સંક્રમણનો દર ઉચ્ચત્ત્।મ સ્તર પર છે.

આ દરમિયાન ન્યૂઝ એજન્સી એએફપીના હવાલાથી આ જાણકારી આપવામાં આવી છે કે યુરોપીય દેશોમાં ૧૦ લાખ (૧ મિલિયન)થી વધારે લોકોના મોત કોરોનાને લીધે થયા છે.

ફ્રાન્સમાં ડિસેમ્બર ૨૦૨૦માં તેજીથી કોરોનાના મામલા ઘટી રહ્યા હતા. પરંતુ જાન્યુઆરી બાદ આમાં ભારે વુદ્ઘિ થઈ છે. પરંતુ સ્થિતિ ખરાબ થઈ રહી છે. રાજધાની પેરિસમાં આઈસીયૂ લગભગ ફુલ થઈ ગયા છે. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરને કહ્યું કે દિવસ અને રાતમાં દર ૧૨મી મિનિટે પેરિસમાં એક દર્દી આઈસીયુમાં ભરતી થઈ રહ્યો છે. ફ્રાન્સના અનેક વિસ્તારોમાં લોકડાઉન તથા પ્રતિબંધો જારી છે.

 વર્લ્ડોમીટરના આંકડા મુજબ ફ્રાન્સ કોરોનાથી પ્રભાવિત દેશોની યાદીમાં ચૌથા નંબર પર છે. ફ્રાન્સમાં સંક્રમિતોની કુલ સંખ્યા ૫, ૦૬૭, ૨૧૬ પહોંચી ગઈ છે. રવિવારે ફ્રાન્સમાં ૩૪, ૮૯૫ નવા મામલા સામે આવ્યા અને ૧૭૬ લોકોના મોત થયા છે. ફ્રાન્સમાં અત્યાર સુધીમાં કોરોનાથી ૯૯, ૧૩૫ લોકોના મોત થયા છે અને ૪૬, ૫૭, ૧૪૭ સક્રિય દર્દી છે.

(10:26 am IST)