Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

કોરોનાનો ભયંકર પ્રકોપ

૨૪ કલાકમાં ૧.૬૧ લાખથી વધુ કેસ : ૮૭૯ લોકોના મૃત્યુ

દેશમાં કોરોનાનું સંકટ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે : દરરોજ મોટી સંખ્યામાં કોરોનાના નવા કેસ આવતા સરકાર સામે મોટો પડકાર ઉભો થયો છે

નવી દિલ્હી તા. ૧૩ : દેશમાં કોરોનાનું સંકટ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં કોરોનાના નવા કેસ આવતા સરકાર સામે મોટો પડકાર ઊભો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આજે સવારે જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧.૬૧ લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. જયારે ૮૭૯ લોકોના મૃત્યુ થયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આજે સવારે જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧,૬૧,૭૩૬ નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા ૧,૩૬,૮૯,૪૫૩ પર પહોંચી ગઈ છે. જેમાંથી ૧,૨૨,૫૩,૬૯૭ લોકો કોરોનાને માત આપીને રિકવર થયા છે. જયારે ૧૨,૬૪,૬૯૮ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એકિટવ કેસની સંખ્યા ખુબ વધી રહી છે જે ચિંતાજનક છે. એક જ દિવસમાં કોરોનાએ ૮૭૯ લોકોનો ભોગ લીધો. આ સાથે જ કુલ મૃત્યુનો આંકડો ૧,૭૧,૦૫૮ પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી દેશમાં કુલ ૧૦,૮૫,૩૩,૦૮૫ લોકોને રસી આપવામાં આવી છે.

(10:27 am IST)